રાજ્યપાલે કોંગ્રેસ-JDSને આમંત્રણ ન આપ્યું તો ખેલાશે લોહિયાળ જંગ : આઝાદ

Date:2018-05-16 12:02:29

Published By:Jay

નવી દિલ્હી : આગ ઓકી રહેલા આકાશની ગરમીને પણ સારી કહેવડાવે તેવો ગરમીનો પારો હાલ કર્ણાટકની રાજનીતિમાં જોવા મળી રહ્યો છે. ધારાસભ્યોને પોતાના પક્ષમાં લેવાથી લઈને કોણ સરકાર રચશે તેને લઈને ચિત્ર હજી સ્પષ્ટ નથી થઈ રહ્યું ત્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે ધમકી આપી છે.

 લોહિયાળ સંઘર્ષ થશે :

ગુલામ નબી આઝાદે કહ્યું છે કે, ભાજપ તેમના ધારાસભ્યોને ખરીદવા ધમકાવી રહ્યું છે. તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપને લોકતંત્ર પર વિશ્વાસ નથી.ભારે રાજકીય ઉચાટ વચ્ચે આઝાદે કહ્યું હતું કે, જો રાજ્યપાલે બંધારણીય મૂલ્યોનું પાલન ના કર્યું અને અમને સરકાર બનાવવાની તક ના આપી તો અહીં લોહિયાળ સંઘર્ષ થશે.

 અમારી પાસે 117 બેઠકો સાથે બહુમતી :

 ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરેલી ભાજપ પાસે બહુમતનો આંકડો નથી. ભાજપ પાસે 104 જ ધારાસભ્યો છે, જ્યારે અમારી (કોંગ્રેસ-જેડીએસ) પાસે 117 બેઠકો છે. આ સ્થિતિમાં રાજ્યપાલ પક્ષપાત ભર્યું વલણ ના અપનાવી શકે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો અસંતુષ્ઠ હોવાની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં ભાજપના ધારાસભ્યો અસંતુષ્ઠ છે.

 સવાલ ઉઠાવતા આઝાદે  કહ્યું હતું કે, શું એક વ્યક્તિ જે બંધારણને બચાવવા માટે રાજભવનમાં બેઠો છે, તે તેને નષ્ટ કરી દેશે? એક રાજ્યપાલે પોતાના તમામ જુના સંબંધોનો અંત આણવાનો હોય છે, તે પછી ભલે ભાજપનો હોય કે આરએસએસનો.

Cricket Score

WhatsApp Registraltion

Close