કર્ણાટક -કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં 78માંથી 66 MLA જ હાજર

Date:2018-05-16 12:20:55

Published By:Jay

કર્ણાટક -કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભાના પરિણામ પછી બુધવારે આજે નિર્ણયનો દિવસ છે. આ દરમિયાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપી જેડીએસ અને કોંગ્રેસના થઈને કુલ 10 ધારાસભ્યો તોડવાના પ્રયત્નો કરી રહી છે. ભાજપે તેમને વિકલ્પ આપ્યો છે કે, બહુમત પરિક્ષણ વખતે તેઓ ભાજપને વોટ આપે અથવા ગેરહાજર રહે. નોંધનીય છે કે, આજે ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે તેમના ધારાસભ્યો સાથે બેઠક શરૂ કરી દીધી છે. જ્યારે જેડીએસની પણ તેમના ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી રહી છે. જેડીએસના બે ધારાસભ્યો રાજા વેંકટપ્પા નાયકા અને વેંકટ રાવ નાદગૌડા મીટીંગમાં ગેરહાજર હોવાના અહેવાલ છે.

કુમારસ્વામીને ધારાસભ્યદળની બેઠકના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. યેદિયુરપ્પાએ કહ્યું, પાર્ટીએ વિધાયક દળના નેતા તરીકે મને પસંદ કર્યો છે. મે રાજ્યપાલને પત્ર આપ્યો છે. તેમણે મને કહ્યું છે કે, તેઓ યોગ્ય નિર્ણય લેશે. મને ાશા છે કે તેઓ મને બોલાવશે.કોંગ્રેસના 78 ધારાસભ્યોમાંથી 66 સભ્યો બેઠકમાં હાજર રહ્યા.કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક શરૂ.

જેડીએસ ધારાસભ્યોની બેઠકમાં રાજા વેંકટપ્પા નયક્કા અને વેંકટ રાવ નડગૌડા રહ્યા હાજર.યેદિયુરપ્પા રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.જેડીએસ ધારાસભ્યોની બેઠક શરૂ.કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા કહ્યું, અમારા સૌથી વધારે ધારાસભ્ય છે. કોંગ્રેસ અને જેડીએસ કેવી રીતે સરકાર બનાવવાનું વિચારી શકે છે.પ્રકાશ જાવડેકરે કહ્યું, લોકો બીજેપીને ઈચ્છે છે અને અમે સરકાર બનાવીશું.

Cricket Score

WhatsApp Registraltion

Close