અમદાવાદ- સોલા ઓવરબ્રિજ પર મર્સિડીઝે સંખ્યાબંધ વાહનોને લીધા અડફેટે

Date:2018-05-16 12:35:04

Published By:Jay

અમદાવાદઃ 15 મેની મોડી સાંજે સોલા ઓવરબ્રિજ પરથી GJ01KJ7012 નંબરની મર્સિડીઝ કારના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ડીવાઈડર સાથે અથડાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ પહોંચી અને ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો. ઘટના જોઈને દોડી આવેલા લોકોએ કારને સીધી કરી ઈજાગ્રસ્ત કારચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. કાર ચાલકનું ડ્રાઈવિંગ દરમિયાન શુગર લો થવાના કારણે વાહન પરનો કાબુ ગુમાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

કાળા રંગની મર્સિડીઝ કારના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાઈ પલ્ટી ખાઈ ગઈ હતી. બનાવ નજરે જોતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓ તુરંત દોડી આવ્યા હતા અને કારને સીધી કરતા અંદર રહેલા દેવેન્દ્રભાઈ કે દેસાઈ (..62) ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. ત્યાર બાદ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બનાવ અંગે સોલા પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close