કુમારસ્વામીનો આરોપ- MLAને 100-100 Cr ઓફર કરી રહી છે BJP

Date:2018-05-16 14:45:22

Published By:Jay

કર્ણાટક- કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ તો આવી ગયા છે પરંતુ હજુ પણ સરકાર કોની બનશે તે હજુ સ્પષ્ટ નથી થયું. સરકાર બનાવવા વિશે બીજેપીકોંગ્રેસ અને જેડીએસ સતત જોડ-તોડની સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. બીજેપી કહી રહી છે કે તેમના સંપર્કમાં જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ તેમના ધારાસભ્યોને એક રિસોર્ટમાં ટ્રાન્સફર કરે તેવી શક્યતા છે. બુધવારે બેંગલુરુમાં સતત દરેક પક્ષની તેમના ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી રહી છે.

બેઠકમાં જેડીએસના 2 અને કોંગ્રેસના 12 ધારાસભ્યો ગેરહાજર

બુધવારે જેડીએસ અને કોંગ્રેસે તેમના ધારાસભ્યો સાથે બેઠક કરી છે. આ બેઠકમાં જેડીએસના બે ધારાસભ્યો રાજા વેંકટપ્પા નાયકા અને વેંકટ રાવ નાદગૌડા મીટીંગમાં ગેરહાજર હોવાના અહેવાલ છે. જ્યારે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં 78માંથી 66 ધારાસભ્યો જ હાજર રહ્યા છે. આ દરમિયાન રાજ્યપાલને મળ્યા પછી બીજેપી સીએમ ઉમેદવાર યેદિયુરપ્પાએ આવતી કાલે શપથ લેવાનો દાવો કર્યો છે.

અપડેટ્સ:

- કુમારસ્વામીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કેભાજપ દરેક ધારાસભ્યને રૂ. 100-100 કરોડ ઓફર કરી રહ્યા છે. હવે ક્યાં ગયા તે ઈન્કમટેક્સ અધિકારીઓ અને ક્યાંથી આવ્યા આ બ્લેકમની.

- કુમારસ્વામીને ધારાસભ્યદળની બેઠકના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. 
-
યેદિયુરપ્પાએ કહ્યું, પાર્ટીએ વિધાયક દળના નેતા તરીકે મને પસંદ કર્યો છે. મે રાજ્યપાલને પત્ર આપ્યો છે. તેમણે મને કહ્યું છે કે, તેઓ યોગ્ય નિર્ણય લેશે. મને આશા છે કે તેઓ મને બોલાવશે.

- કોંગ્રેસના 78 ધારાસભ્યોમાંથી 66 સભ્યો જ બેઠકમાં હાજર રહ્યા.
-
કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક શરૂ.
-
જેડીએસ ધારાસભ્યોની બેઠકમાં રાજા વેંકટપ્પા નયક્કા અને વેંકટ રાવ નડગૌડા ન રહ્યા હાજર.
-
યેદિયુરપ્પા રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.
-
જેડીએસ ધારાસભ્યોની બેઠક શરૂ.
-
કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ કહ્યું, અમારા સૌથી વધારે ધારાસભ્ય છે. કોંગ્રેસ અને જેડીએસ કેવી રીતે સરકાર બનાવવાનું વિચારી શકે છે.
પ્રકાશ જાવડેકર
ે કહ્યું, લોકો બીજેપીને ઈચ્છે છે અને અમે જ સરકાર બનાવીશું.

 

Cricket Score

WhatsApp Registraltion

Close