હવાઇઃ જ્વાળામુખીમાં આજે પ્રચંડ વિસ્ફોટોની શક્યતા, રેડ એલર્ટ જાહેર

Date:2018-05-16 14:54:52

Published By:Jay

અમેરિકા-અમેરિકાના હવાઇ આઇલેન્ડ પર સક્રિય થયેલા કિલાઉ જ્વાળામુખીના કારણે આજે ઓથોરિટીએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઓથોરિટીએ ચેતવણી આપી છે કે, જ્વાળામુખીની રાખના કારણે હવામાં ઝેરી તત્વો ભળી રહ્યા છે. ગમે તે ક્ષણે તેમાંથી ગેસ શોટ્સ એટલે રાખના ફૂવારા હવામાં ફેલાશે. હાલ આ જ્વાળામુખીમાંથી સતત લાવા બહાર નિકળી રહ્યો છે. જ્યારે ગ્રે ધૂમાડાના જાડા થડ હવામાં હજારો ફૂટ સુધી ફેલાઇ રહ્યાછે.

આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યુ

- યુનાઇટેડ સ્ટેટ જિયોલોજિકલ સર્વેએ હવાઇ આઇલેન્ડ પર આજે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જેનો અર્થ થાય છે કે, જ્વાળામુખીમાં આજે કોઇ પણ સમયે પ્રચંડ વિસ્ફોટો થવાની શક્યતાઓ છે. આજે જ્વાળામુખીમાં થતાં વિસ્ફોટો વધુ નુકસાનકારક હશે. જેના કારણે જમીન અને હવા બંને સ્થળે માનવજીવનને જોખમ છે. 
-
યુએસજીએસ સ્પોક્સપર્સનના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારથી હાલેમોકાઉ એરિયા તરફ રાખના બ્લાસ્ટ થઇ રહ્યા હતા. જે દર્શાવે છે કે, જ્વાળામુખીની તીવ્રતામાં વધારો થયો છે. 
-
ઉલ્લેખનીય છે કે, હવાઇ આઇલેન્ડ પર 1.85 લાખ લોકો વસવાટ કરે છે, જેઓની સ્થિતિ ભયજનક છે. અત્યાર સુધી 15,000થી વધુ લોકોનું ઓથોરિટીએ સ્થળાંતર કરાવ્યું છે. 
-
સાઉથ-વેસ્ટ સ્ટેટમાં જ્વાળામુખીમાંથી સતત રાખના બ્લાસ્ટ થઇ રહ્યા છે, જેના કારણે હવામાં ઝેરી તત્વોનું પ્રમાણ વધી રહ્યું છે. ગમે તે ક્ષણે જ્વાળામુખીની તીવ્રતામાં અનેકગણો વધારો થઇ શકે છે. એટલું નહીં, આજે જ્વાળામુખીમાંથી લાવા અને રાખના બ્લાસ્ટ વધુ પ્રચંડ થશે. 
-
રડાર અને પાઇલોટ રિપોર્ટના આધારે જ્વાળામુખીની આસપાસ રાખના વાદળો બની રહ્યા છે. જે દરિયાના લેવલથી 12 હજાર ફૂટ ઉપર છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close