Amazon ગ્રોસરીની ખરીદી પર આપશે 10% ડિસ્કાઉન્ટ

Date:2018-05-16 16:40:13

Published By:Jay

નવી દિલ્હી: વિશ્વની  સૌથી  મોટી -કોમર્સ કંપની એમઝોને તમામ ફ્રૂડ પ્રોડક્ટ  પર 10  ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. જોકે,  કંપનીએ  જણાવ્યુ  હતું  કે    જાહેરાતનો લાભ કંપનીના પ્રાઇમ મેમ્બર્સને   મળશે. અગાઉ કંપનીએ અમેઝોન પ્રાઇમ નાઉ સર્વિસના નામે   વર્ષની શરૂઆતમાં 10 શહેરોમાં   બે કલાકની અંદર ગ્રોસરીનો સામાન ઘરે પહોંચાડવાની શરૂઆત  કરી  હતી. તે સિવાય કંપની   વર્ષના  અંતમાં  પ્રાઇમ મેમ્બરશીપ  ધરાવતા  ગ્રાહકોને પ્રાઇમ વિઝા કાર્ડનો ઉપયોગ કરી ગ્રોસરી ખરીદરનારા ગ્રાહકોને પાંટ ટકા ડિસ્કાઉન્ટ આપી શકે છે.

ડિસ્કાઉન્ટની યોજનાની શરૂઆત અમેરિકાના ફ્લોરિડાથી કરવામાં  આવશે. બાદમાં  તેને આખા વિશ્વમા લાગુ  કરાશે.  ઓસ્ટિન બેઝ્ડ હોલ ફૂડ  કંપનીને ખરીદ્યાના એક વર્ષથી ઓછા  સમય બાદ  અમેઝોને પ્લાનની જાહેરાત કરી હતી.

ડિસ્કાઉન્ટ હોલ ફૂડ માર્કેટ  એપ મારફતે પ્રાઇમ  મેમ્બર્સને મળશે. કંપનીએ જણાવ્યુ હતું  કે, પ્રાઇમ  મેમ્બર્સે અમેઝોન એકાઉન્ટની મદદથી  હોલ  ફ્રૂડ માર્કેટ એપમાં સાઇન ઇન થવું  પડશે ત્યારબાદ ખરીદી સમયે  પ્રાઇમ કોડ સ્કેન થયા બાદ ડિસ્કાઉન્ટ મળશે. અમેઝોન કંપનીના સીઇઓ જોફ બેઝોસે ગયા મહિને અમેઝોન કંપનીના  પ્રાઇમ મેમ્બરની  સંખ્યાની જાહેરાત કરી હતી.  તેમણે  કહ્યુ હતુ કે, હાલમાં કંપનીના વર્લ્ડવાઇડ 100 મિલિયન કરતા  વધુ પ્રાઇમ મેમ્બર્સ છે.

સીએનબીસીએ ગયા  મહિને અમેઝોન કંપનીના પ્રાઇમ  ડિસ્કાઉન્ટ  પ્રોગ્રામ  પર રિપોર્ટજાહેર કર્યો  હતો. રિપોર્ટમાં ટાંકવામાં આવ્યુ  હતું કે, 75 ટકા હોલ ફૂડ શોપર્સ પ્રાઇમ મેમ્બર્સ છે જ્યારે  20થી ઓછા ટકા  પ્રાઇમ મેમ્બર્સ હોલ ફૂડમાંથી ખરીદી કરે છે. પ્રાઇમ મેમ્બર્સને મળનારી છૂટને લઇને Whole Foods storesમાં  ખાસ સંકેતો દ્ધારા ચિહ્નિત કરાશે. તે સિવાય દર સપ્તાહમાં ડિસ્કાઉન્ટમાં  ઘટાડો કે વધારો કરવામાં આવશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close