ઇન્ડિગો વિદેશનાં ૨૪ શહેરો સુધીની ફલાઇટો શરૂ કરશે

Date:2018-05-16 16:44:43

Published By:Jay

નવી દિલ્હીઃ ઇન્ડિગો આગામી ૧૮ મહિનામાં વિદેશનાં ૨૪ સ્થળોનો સુધી તેની એરલાઇન્સ સેવાઓ વધારવા તૈયારી કરી રહ્યુ છે. ઇન્ડિગો તેની ફલાઇટ ઓફરિંગ્સમાં  વધારો કરશે. ઇન્ડિગોની નવી યોજના પ્રમાણે  નવા રૂટમાં થી ૧૮ રૂટ મિડલ ઇસ્ટ , સાઉથ ઇસ્ટ એશિયા અને ચીનના ટુંકા અંતરના હશે. જયારે રૂટ ફાન્સ, જર્મની, બેલ્જિયમ, બ્રિટન અને સ્વિટ્ઝરલેન્ડના સુધી લાંબા અંતરના રાખવાની યોજના તૈયાર કરી લીધી છે. 

રૂટો પર એરલાઇન્સ સેવાઓ ઉમેરીને ઇન્ડિગો બે પેસેજ ધરાવતા વિમાનોના ઓર્ડર આપે તેવી શકયતા છે. ઇન્ટરનેશનલ સ્તરે એરલાઇન્વિસ સેવાઓના વિસ્તરણની યોજના ઇન્ડિગોએ તૈયાર કરી લીધી  છે, જેના માટે  ઇન્ડિગો દ્વારા જુલાઇમાં યોજાઇ રહેલા એર-શોમાં મોટા  કદનાં વિમાનોની ખરીદી માટે  ઓર્ડર આપવામાં આવે તેવી પણ સંપૂર્ણ તૈયારી કરી લેવાઇ  છે.

ઇન્ડિગો  એરલાઇન્સે   અંગે ટિપ્પણી નથી કરી પણ સરકારી અધિકારીા જણાવ્યા મુજબ ઇન્ડિગો હવે મોટાપાયે  ઇન્ટરનેશનલ ઓપરેશન્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યુ છે. જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓકટોબર સુધીમાં ભારતના શહેરોને બહેરીન, બાંગ્લાદેશ, ભુતાન, હોંગકોંગ કુવૈત, મલેશિયા સાઉદી અરેબિયા (રિયાધ) અને યુએઇ (અબુ ધાબી) જેવા ડેસ્ટીનેશન સાથે જોડાવાની પણ યોજના તૈયાર છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close