મહિલાઓની સુરક્ષા અર્થે ટ્રેનોમાં હવે પેનિક બટન

Date:2018-05-16 16:48:54

Published By:Jay

નવી દિલ્હી : રેલ્વે યાત્રા દરમિયાન સુરક્ષા વધારવા માટે ઉત્તર-પૂર્વ રેલ્વેએ ટ્રેનોમાં પેનિક બટન લગાવવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત રેલ્વે પોલીસ પ્રોટેક્શન  ફોર્સ (આરપીએફ)માં ટુંક્માં મહિલા કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. રેલ્વેની વ્યવસ્થાથી ખાસ કરીબે રાતબા સમયે એકલી યાત્રા કરી રહેલ મહિલાઓને ફાયદો થશે.

ઉત્તર પૂર્વ રેલ્વેના મુખ્ય પ્રવકતા સંજય યાદવે કહ્યુ છે કે પેનિક બટનને ઇલેક્ટ્રિકલ સ્વિચોની ઉપર લગાવવાની યોજના છે. બટન દબાવાની સાથે ટ્રેનના ગાર્ડ સુધી માહિતી  પહોંચી જશે કે બટન ટ્રેનના કયા કોચમાંથી દબાવવામાં આવ્યુ છે. ત્યારબાદ તે સ્થળ પર મદદ માટે સુરક્ષાકર્મીઓ મોકલી દેવામાં આવશે.તેમણે કહ્યુ હતુ કે પેનિક બટનના પ્રસ્તાવ પર કામ શરૂ કરી દેવાયુ છે. સુવિધા ચાલુ વર્ષે શરૂ થઇ જવાની આશા છે.

અત્યારે મદદ માટે મહિલા યાત્રાઓ માટે હેલ્પલાઇન નંબર પર ફોન અથવા તો પછી એસએમએસ હેવા વિકલ્પો છે. ઉપરાંત ટ્રેનમાં લાગેલી ચેન ખેંચીને પણ મદદ માંગી શકાય છે. જો કે બન્ને પ્રક્રિયા લાંબી છે. જ્યારે પેનિક બટન ઝડપની સાથે સરળતાથી મદદ પહોચાડી શકાશે.

સંજય યાદવનુ કહેવુ છે કે ટ્રેનમાં મહિલા યાત્રાઓ માટે અલગ રંગના કોચ લગાવવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. અલગ રંગ હોવાથી પ્રકારના કોચની ઓળખ સરળતાથી થઇ શક્શે. સાથે યાત્રા દરમિયાન સ્ટેશનો પર ટ્રેન રોકાઇ ત્યારે કોચોની સીસીટીવી મારફતે નિરીક્ષણ કરવાની વ્યવસ્થા પણ કરાશે. ઉપરાંત રેલ્વે કાયદામાં સંશોધન કરી મહિલાઓ સામે ગુનાની સજા વધારવા પર કામ કરાશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close