અનામત મામલે જાટ સમાજે ભાજપ સરકારને હરાવવા રણશિંગુ ફુક્યું

Date:2018-05-16 16:54:09

Published By:Jay

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે જાટ સમાજને આરક્ષણ આપવા ઇન્કાર કર્યા બાદ પણ  ભાજપાએ વચન આપ્યું હતુ, પણ હજુ જાટ સમાજને ભાજપની સરકારે  કશું આપ્યું નથી, આથી જાટ સમાજ ભાજપ સામે રોષે ભરાયો છે. હવે અનામત મુદ્દે જાટ સમાજે કેન્દ્ર સરકાર સામે રણશિંગુ ફૂંક્યુ છે, અખિલ ભારતીય જાટ આરક્ષણ સંઘર્ષ સમિતિએ તેમના ટેકેદારોએ ઉત્તર પ્રદેશમાં આવનારી પેટા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા હાકલ કરી છે.

ઉત્તર પ્રદેશનાં કૈરાણા અને નૂપૂરમાં મહિનાનાં  અંતમાં પેટા ચૂંટણી યોજાઇ રહી છે. સંગઠનનાં નેશનલ પ્રેસિડેન્ટ યશપાલ મલિકે કહ્યું  કે, મોદી સરકારે માત્ર ખોટા અને હવાઇ વચનો આપ્યા છે પણ જાટ સમાજને કશું આપ્યું નથીં.સૌ પહેલા 2015માં સુપ્રિમ કોર્ટે જાટ સમાજને અનામત આપવાની ના પાડી દીધી હતી, કેમ કે, કેન્દ્ર સરકારે યોગ્ય રજૂઆત કરી નહીં.

સુપ્રીમના ઇન્કાર બાદ  વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહે  જાટ નેતાઓ સાથે 2016માં મિટીંગ કરી અને એવું વચન આપ્યું હતુ કે તેઓ મુદ્દે કાયદો ઘડશે અને  જાટોને અનામત આપશે.”     મલિકે વધુમાં જણાવ્યું હતુ કે, જ્યારે હરિયાણામાં અમારા બંધુઓ અનામત મુદ્દે વિરોધ કરી રહ્યા હતા ત્યારે ભાજપનાં સાંસદ રાજુકમાર સૈનીના ઇશારે વિરોધ કરનારા પર ગોળીઓ વરસાવવામાં આવી હતી. ઉપરાંત  ત્યારબાદ થી જાટ સમાજના લોકો પર ખોટા કેસો ભાજપ સરકાર દ્વારા  કરવામાં આવી રહ્યાં છે. એટલા માટે, હું કૈરાણા અને નૂપૂર વિધાનસભાના મત વિસ્તારમાં વસતા જાટ લોકોને અપીલ કરું છું કે ભાજપના ઉમેદવાર મત માંગવા આવે ત્યારે તેમને પુછો કે જાટને અનામત ક્યારે આપશો ? પેટા-ચૂંટણીમાં ભાજપને હરાવો. ચૂંટણી હરાવીને જાટ સમાજે 2019 માટે કમર કસી લેવાની પણ હાકલ કરી ભાજપને હવે સત્તામાં થી બહાર કાઢવા પર ભાર આપ્યો હતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close