ચરોતરના ૧૫૦૦ ગ્રામીણ ડાકસેવકોની ૨૨મી મેથી અચોક્સ મુદતની હડતાળ

Date:2018-05-16 16:59:18

Published By:Jay

નડિયાદ-વેતન અને સરકારી સહાયોની સમસ્યા અર્થે વધું એક વિભાગનાં કર્મચારીયો લડી લેવાનાં મૂડમાં છે. પોસ્ટલ વિભાગનાં કર્મચારીઓ કેન્દ્ર સરકાર સામે રસ્તા પર ઉતરનાર છે. સરકાર દ્વારા જ ગઠન કરાયેલી કમિટીની ભલામણો કેન્દ્રીય કેબિનેટમાંથી પસાર ન થતાં કર્મચારીઓ રોષે ભરાયા છે. અને જ્યાં સુધી તેમની માંગણીઓનો સ્વીકાર ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલનો માર્ગ અપનાવનાર છે.


આશાવર્કરો અને આરોગ્ય ખાતાનાં કર્મચારીઓ બાદ પોસ્ટલ વિભાગમાં પગાર વધારાની માંગ ઉઠી છે. તેમની અનેક માંગણીઓનો તાકીદે સ્વીકાર ન થાય તો ઓલ ઈન્ડીયા જી.ડી.એસ યુનિયન દ્વારા આગામી ૨૨ મેના રોજ અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવાની તૈયારી કરવામાં આવી છે. જેમાં સમગ્ર દેશનાં ૩ લાખથી વધુ અને ગુજરાત રાજ્યનાં ૩ લાખ કર્મચારીયો જોડાનાર છે. ચરોતરનાં ૧૫૦૦થી વધારે કર્મચારીયો પણ આ હડતાલનો ભાગ બનનાર છે. જેના કારણે દેશનાં ગામડાઓમાં ચાલતી બ્રાંચ પોસ્ટોમાં મોટા પાયે અસર થનારી છે. હડતાલના કારણે ગ્રામીણ વિસ્તારોમાં નાણાંની લેવડ-દેવડ અને અન્ય પૈસાને લગતી મુશ્કેલીઓ ઉભી થવાની શક્યતાઓ જોવા મળશે. વિધવાઓ, વયસ્યક નાગરિકો અને સામાન્ય ગ્રામજનો તેનો ભોગ બનશે.

કેન્દ્ર સરકાર હસ્તક આવતાં ગ્રામીણ ડાક સેવકો વર્ષોથી પોતાની ફરજ બજાવે છે.

નવા ભરતી થયેલાં કર્મીઓ પણ મનથી આ વિભાગમાં સેવા પુરી પાડતાં હોય છે. નિષ્ઠાથી પોતાની ફરજ બજાવતાં આ કર્મચારીઓને વેતન આપવામાં સરકાર ઉણી ઉતરી રહી છે. નવા અને કાયમી કર્મીઓને મોંઘવારીના જમાનામાં પણ નજીવું વેતન આપવામાં આવે છે. નવા જોડાયેલા કર્મચારીઓને ૫૦૦૦થી ૬૦૦૦ અને જુનાં કર્મચારીઓને ૮૦૦૦થી ૧૦ હજાર માસિક પગાર આપવામાં આવતો હોય છે. જે હાલની કારમી મોંઘવારીમાં પુરતો ન હોવાનું ડાક સેવકો જણાવી રહ્યાં છે.

આ ઉપરાંત સરકારમાંથી મળતી સહાયોથી પણ તેમને વંચિત રાખવામાં આવ્યાં છે. જેમાં કર્મચારીઓનાં બાળકોનું ભણતર,મકાન ભાડું, મેડિકલ અને વીમા સહિતનાં લાભો તેઓને મળતાં નથી. આ તમામ માંગણીઓ છેલ્લાં કેટલાંય વર્ષોથી ચાલી આવતી હતી.

જેને લઈ અગાઉ સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. કર્મચારીઓની માંગણીઓને અનુલક્ષી વર્ષ ૨૦૧૫-૧૬માં કેન્દ્ર સરકારે કમલેશચંદ્ર કમીટીનું ગઠન કર્યું હતું. અને આ કમિટી દ્વારા કર્મચારીઓની માંગણીઓનું અધ્યયન કરી તેને સરકાર સમક્ષ રજૂ કરવાં માટે જણાવ્યું હતું.

શું છે ડાક સેવકોનું કાર્ય? ચરોતરને કેમ થશે વધુ અસર?

દેશના ગામડે-ગામડે પોસ્ટલ વિભાગમાં ફરજ બજાવતાં ગ્રામીણ ડાક સેવકો પ્રજા હિત માટે સતત કાર્યશીલ રહે છે. ગામડાંઓની પોસ્ટ શાખામાં ગ્રામીણ નાગરિકો પોતાની નાણાંકીય લેવડ-દેવડ માટે સતત આવતાં હોય છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારનાં પૈસાનો મોટા પ્રમાણમાં અહીંયા વહીવટ થતો હોય છે. આ જ કારણોસર આ શાખાને મીની બેંક પણ કહેવાય છે. આ ઉપરાંત દેશ-પરદેશમાં લોકો એક-બીજા મોકલતાં સામાન પણ પોસ્ટ શાખામાં મળી રહે છે. તેમજ ઘેર-ઘેર પોસ્ટ કાર્ડ લઈને ફરતાં પોસ્ટમેન પણ આ ગ્રામીણ ડાકસેવકોનો ભાગ છે. ગ્રામસેવકો હડતાલ પર ઉતરશે તો આ તમામ કામગીરી ખોરવાઈ જશે.  ચરોતરના મોટા પ્રમાણમાં લોકો વિદેશમાં સ્થાયી થયાં છે. જે પોતાનાં સ્વજનો અને પરિવારમાં વિદેશી સામગ્રી અને પૈસા અવાર-નવાર મોકલતા હોય છે.જેથી હડતાલની સીધી અસર ચરોતર પર સૌથી વધુ જોવા મળે તેવી વકી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close