PNB ફ્રોડ: CBIએ 3 દિવસમાં બીજી ચાર્જશીટ દાખલ કરી, શેર 14% તૂટયો

Date:2018-05-16 17:40:30

Published By:Jay

નવી દિલ્હીઃ પીએનબી ફ્રોડ કેસમાં સીબીઆઇએ બુધવારે બીજી ચાર્જશીટ દાખલ કરી. રૂ.13,600 કરોડની છેતરપીંડીને લગતી ચાર્જશીટ મેહુલ ચોક્સી અને ગીતાંજલિ ગ્રુપ સાથે જોડાયેલી કંપનીઓ ઉપરાંત અન્ય 17 લોકો સામે દાખલ કરવામાં આવી છે. અપરાધિક ષડયંત્ર, છેતરપીંડી અને ભ્રષ્ટાચાર નિયંત્રક કાયદાની જોગવાઇઓ હેઠળ મુંબઇની વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

  પહેલા પહેલી ચાર્જશીટમાં બેન્કના પૂર્વ પ્રમુખ ઉષા અનંતસુબ્રમણ્યન ઉપરાંત અન્ય 22 લોકોના નામ હતા. તપાસ એજન્સીએ નીરવ મોદીના ભાઇ નિશાલ મોદી અને તેમની કંપનીના એક્ઝિક્યુટિવ સુભાષ પરબની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ને જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં મોટો ફટકો પડ્યો હતો. ગાળામાં પીએનબીની ખોટ લગભગ 5 ગણી વધીને રૂ.13,417 કરોડ થઇ છે, જે કોઇ પણ ભારતીય બેન્કને અત્યાર સુધીમાં થયેલી સૌથી મોટી ખોટ છે. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં તેને લગભગ રૂ.261 કરોડનો પ્રોફિટ થયો હતો. દરમિયાન બેન્કની બેડ લોન 6 ગણાથી વધુ વધી છે. બેન્કની આવક પણ 13.6 ટકા ઘટીને રૂ.12,945 કરોડ થઇ હતી. નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ કરેલી છેતરપીંડીથી પીએનબીની હાલત થઇ છે.

પીએનબીને નબળા પરિણામના કારણે બુધવારે તેનો શેર 14 ટકા તૂટ્યો હતો. બીએસઇમાં પીએનબીનો શેર 13.60 ટકા ગબડીને રૂ.74.30ના સ્તરે આવ્યો હતો, જે 52 સપ્તાહનું સૌથી નીચું લેવલ છે. પીએનબીના શેરમાં ઘટાડાથી રોકાણકારોને 3,000 કરોડનું નુકસાન થયું છે. મંગળવારે પણ શેર 4 ટકા ઘટ્યો હતો. 14 ફેબ્રુઆરીએ પીએનબી ફ્રોડ બહાર આવ્યો ત્યારથી શેર અત્યાર સુધીમાં 54 ટકા તૂટ્યો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close