હોન્ડાની નવી Amaze લોન્ચ, હ્યુન્ડાઇ એસન્ટ, મારુતિ ડીઝાયર સામે થશે મુકાબલો

Date:2018-05-16 17:42:55

Published By:Jay

નવી દિલ્હીઃ હોન્ડાએ પોતાની નવી સબ 4 મીટર સેડાન 2018 અમેઝને ભારતમાં લોન્ચ કરી છે. કંપનીએ તેને પેટ્રોલ અને ડીઝલ એમ બે એન્જિન ઓપ્શન્સ સાથે રજૂ કરી છે. નવી 2018 અમેઝની કિંમત રૂ.5.5 લાખથી રૂ.7.57 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. હોન્ડા અમેઝમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. અમેઝ પેટ્રોલ ઓટોમેટિક મોડેલની કિંમત રૂ.7.39 લાખથી રૂ.7.99 લાખ છે. તેને પહેલીવાર ડીઝલ ઓટોમેટિકમાં રજૂ કરવામાં આવી છે અને તેની કિંમત રૂ.8.39 લાખથી રૂ.8.99 લાખ છે.

હોન્ડા અમેઝના પેટ્રોલ વેરિયન્ટમાં 1.2 લીટર, 4 સીલિન્ડર એન્જિન છે જે 89 બીએચપી પાવર અને 110 એનએમ ટોર્કને જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ કે 7 સ્ટેપ સીવીટી ઓટોમેટિક સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.સીવીટીમાં પેડલ શિફ્ટર્સ છે જે સેગમેન્ટમાં પહેલીવાર કોઇ કારમાં જોવા મળ્યા છે.કંપનીનો દાવો છે કે પેટ્રોલ મેન્યુઅલ 19.5 કિલોમીટર પ્રતિ લીટર અને સીવીટી 19 કિલોમીટર પ્રતિ લીટર માઇલેજ આપશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close