સેક્સ બાદ પ્રેમીને ખાટલા સાથે બાંધી જીવતો સળગાવ્યો, પ્રેમિકાની ધરપકડ

Date:2018-07-30 12:59:24

Published By:Jay

વિજયવાડાઃ આંધ્ર પ્રદેશમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક પ્રેમિકાએ કથિત રૂપે સેક્સ દરમિયાન પ્રેમીને ખાટલા સાથે બાંધીને જીવતો સળગાવી દીધો હતો. બંને ભાગીદારીમાં મરઘાં ઉછેરનો વ્યવસાય કરતાં હતાં. એમની વચ્ચે રૂપિયાની લેણદેણને લઈને વિવાદ થયો હતો. હેરાન કરનારી વાત તો છે કે પોલીસની તપાસ શરૂ થતા આરોપી પ્રેમિકની તપાસ શરૂ થતાની સાથે તે સરેન્ડર થઈ ગઈ છે. વિવિધ કલમ અંતર્ગત કેસ દાખલ કરીને પોલીસ પૂછપરછ કરી રહી છે.

ચોંકાવનારી ઘટના આંધ્રમાં કોંકણમિતલા મંડળના પ્રકાશમ જિલ્લાના છોટાપલ્લી ગામની છે. પોલીસે જણાવ્યું કે 32 વર્ષના શેખ શબ્બીર મુર્રીપુડી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ હતો, જે આરોપી મહિલા શકીરા (28) સાથે મળીને છોટાપાલેમમાં મરઘી ઉછેર કેન્દ્ર ચલાવતા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બંનેએ છૂપી રીતે લગ્ન કરી લીધાં હતાં, પરંતુ તેમણે પોતાના સંબંધોને બધાથી છૂપાવીને રાખ્યા હતા.

ઈન્સપેક્ટર એમ શ્રીનિવાસ રાવે જણાવ્યું કે શબ્બીર અને શકીરા વચ્ચે છેલ્લા આઠ મહિનાથી રૂપિયાની લેણદેણને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. શનિવારે રાત્રે બંનેએ પોલ્ટ્રી ફાર્મ (મરઘાં ઉછેર કેન્દ્ર)માં મળવાનો ફેસલો લીધો હતો. શબ્બીરને અહીં મારવા માટે શકીરાએ પૂર્વ તૈયારી કરી રાખી હતી. શબ્બીર આવ્યો બાદમાં બંનેએ અહીં પડેલ ખાટલા પર કથિત રીતે સેક્સ કર્યું હતું. દરમિયાન શકીરાએ સ્ટીલની ચેનની મદદથી શબ્બીરને ખાટલા પર બાંધી દીધો હતો. બાદમાં શકીરાએ શબ્બીર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી.

સવારે ફાર્મ પર પહોંચેલા કર્મચારીઓએ શબ્બીરનો સળગેલી હાલતમાં મૃતદેહ જોતાં પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે શબ્બીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ તપાસ કરી રહી હતી દરમિયાન શકીરાએ પોડિલી પોલીસ સ્ટેશને પહોંચીને આત્મસમર્પણ કરી લીધું હતું. પોલીસે હત્યા સહિતની કલમો અંતર્ગત કેસ દાખલ કરી શકીરાને સળિયા પાછળ ધકેલી દીધી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close