હેકર્સે ટ્રાઈ અધ્યક્ષના ખાતામાં એક રૂપિયો જમા કર્યો

Date:2018-07-30 13:18:58

Published By:Jay

બેંગલોર-એથિકલ હેકર્સે ટ્રાઇનાં અધ્યક્ષ આર.એસ.શર્માની બેંકની વિગતો હોવાનો દાવો કર્યો છે. હેકર્સે ટ્વિટર મારફતે આ વાતની જાણ કરી હતી. આટલું જ નહિં શર્માને આધાર સહિત પેમેન્ટ સર્વિસ એપ જેમકે ભીમ અને પેટીએમ મારફતે એક રૂપિયા મોકલવાનો સ્ક્રિન શોટ પોસ્ટ કર્યો છે. આ સાથે શર્માનાં ખાતામાં નાણાં જમા થયાની ટ્રાન્ઝેક્શન આઈડી પણ પોસ્ટ કરી છે.

શર્માએ શનિવારે તેમનો આધાર નંબર 762177652740 પોસ્ટ કર્યો હતો અને આધારની ટીકા કરનારા લોકોને પડકાર આપતા જણાવ્યું હતું કે જો શક્ય હોય તો નુકસાન કરી બતાવો. 

રવિવારે એથિકલ હેકર્સ- એલિયન એલ્ડરસન. પુષ્પેન્દ્ર સિંહ, કનિષ્ક સજનાની, અનિવર અરવિંદ અને કરણ સોનીએ જણાવ્યું કે અત્યાર સુધી 14 માહિતી લીક થઇ છે. આ માહિતીમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(ટ્રાઇ)ના અધ્યક્ષ આર.એસ.શર્માનો મોબાઈલ નંબર, ઘરનું સરનામું, જન્મ દિવસ, પાન નંબર, વોટર આઈડી નંબર, ટેલિકોમ આપરેટર, ફોન મોડલ અને એર ઇન્ડિયા ફ્રીક્વન્ટ ફ્લાયર આઇડીનો સમાવેશ થાય છે.

એટલું જ નહિ તેમના 5 બેંક ખાતાની વિગત અને આઈફએસસી કોડની વિગત હોવાનો પણ દાવો કરાયો છે. તેમાં શર્માનાં પીએનબી, એસબીઆઈ, કોટક મહિન્દ્રા, બેંક ઓફ ઇન્ડિયા અને આઈસીઆઇસીઆઇ બેંક ખાતાનો સમાવેશ થાય છે. 

હેકર્સે શર્માની ડિમેટ એકાઉન્ટની વિગતો પણ પોસ્ટ કરી હતી. આ સિવાય એક રાઈટ વિંગ વેબસાઈટની ત્રણ વર્ષની સબ્સ્ક્રિપ્શન્સની એસબીઆઇ ડેબિટ કાર્ડની પેમેન્ટ હિસ્ટ્રી પણ પોસ્ટ કરાઇ છે. પરંતુ આધાર ઇશ્યુ કરનારી સંસ્થા યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI) જણાવ્યું કે આધાક કાર્ડ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

Cricket Score

WhatsApp Registraltion

Close