યુપીમાં બીજેપીને હરાવવા કોંગ્રેસ,સપા-બસપા અને RLDનું મહાગઠબંધન,સીટો નક્કી થઇ

Date:2018-07-31 12:30:32

Published By:Jayesh

નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે વિપક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેની શરૂઆત સૌથી વધુ 80 બેઠકવાળા રાજ્ય ઉત્તરપ્રદેશથી થઈ રહી છે. એવું કહેવાય છે કે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. આ ચારેય પક્ષ વચ્ચે સીટોની ફાળવણીને લઈને પણ સહમતી બની ગઈ છે. મીડિયા રિપોટ્સ મુજબ સૌથી વધુ 40 સીટ બસપાને મળશે. કોંગ્રેસને 8 અને સપાના કોટામાંથી RLDને સીટ આપવાની વાત પર સહમતી બની ગઈ છે.

રિપોટ્સ મુજબ ઉત્તરપ્રદેશમાં ભાજપ વિરૂદ્ધ આ ચારેય પક્ષ ગોરખપુર, ફુલપુર અને કૈરાના લોકસભા પેટાચૂંટણીમાં અપનાવેલી રણનીતિને આગળ વધારવા માંગે છે. ગોરખપુર અને ફુલપુર પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને બસપાના સહયોગથી સપાએ જીત મેળવી હતી. તો કૈરાનામાં RLDના ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા. 2014માં આ ત્રણેય બેઠક ભાજપે જીતી હતી.

ઉત્તરપ્રદેશઃ 2014માં લોકસભા બેઠકોની સ્થિતિ 

પાર્ટી બેઠકો વોટ શેર (%)
ભાજપ 71 42.6
સપા 05 22.3
કોંગ્રેસ 02 7.5
અપના દળ 02 1

મધ્યપ્રદેશમાં પણ સાથે આવી શકે છે કોંગ્રેસ-બસપા : 
આ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભામાં ચૂંટણી યોજાવવાની છે. મધ્યપ્રદેશમાં પણ બસપા અને કોંગ્રેસ વચ્ચે વાતચીત ચાલી રહી છે. એવું કહેવાય છે કે માયાવતી રાજ્યની 230 સીટમાંથી 50 સીટ પર ચૂંટણી લડવા માંગે છે, પરંતુ કોંગ્રેસે તેને માત્ર 22 સીટની ઓફર આપી છે. પાર્ટીના નેતા બસપાને 30થી વધુ સીટ આપવા તૈયાર નથી. કોંગ્રેસ સૂત્રોનું કહેવું છે કે બંને પાર્ટીઓ વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે.

મમતા દિલ્હીમાં વિપક્ષના નેતાઓને મળશે :
તૃણુમુળ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી મંગળવારથી ત્રણ દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા છે. માનવામાં આવે છે કે તેઓ વિપક્ષી દળોને એકજૂથ કરવા માટે યુપીએ ચેરમેન સોનિયા ગાંધી સહિત બાકી પક્ષોના શીર્ષ નેતાઓ સાથે મુલાકાત કરશે. સાથે જ વિપક્ષી નેતાઓને 19 જાન્યુઆરીએ કોલકાતામાં થનારી સંઘીય તેમજ ભારત વિરોધ તાકાતોની રેલી માટે આમંત્રિત પણ કરશે. આ ઉપરાંત મમતા વરિષ્ઠ વકીલ રામ જેઠમલાની, પૂર્વ ભાજપ નેતા યશવંત સિન્હા, ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી શકે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close