PM નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણ માટે જનતા પાસે માંગ્યા સૂચનો

Date:2018-07-31 13:08:12

Published By:Jayesh

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'સ્વતંત્રતા દિવસ'ના પ્રસંગે લાલ કિલ્લા પરથી જે ભાષણ આપશે, તેમાં જાહેર જનતાના સૂચવેલાં મુદ્દાઓ પણ સામેલ થઇ શકે છે. પીએમ મોદીએ 15 ઓગસ્ટના દિવસે તેઓ જે ભાષણ આપશે તેના માટે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જનતા પાસે સૂચનો માંગ્યાં છે. તમે તમારાં સૂચનો mygov.in, નરેન્દ્ર મોદી સાઇટ અથવા એપ પર આપી શકો છો.

પીએમ મોદીએ કરી ટ્વિટ : 
દેશમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પીએમ મોદીએ પણ પોતાના ભાષણની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું, "15 ઓગસ્ટના ભાષણને લઇને તમારા શું વિચાર અને આઇડિયા છે? તેને અમારી સાથે ખાસ બનાવવામાં આવેલા ફોરમ મોદી એપ પર શેર કરો. તમે www.mygov.in પર પણ તમારાં સૂચનો શેર કરી શકો છો. હું તમારાં સૂચનોની રાહ જોઇશ."

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 15 ઓગસ્ટ પહેલા મોદી સરકાર દેશની સામે એક અલગ પ્રકારનું રિપોર્ટકાર્ડ રજૂ કરશે. આ માટે તમામ મંત્રાલયો પાસેથી તે તમામ પહેલની વિગતો માંગવામાં આવી છે જે પીએમ દ્વારા 15 ઓગસ્ટના દિવસે કરવામાં આવેલા વચનો પૂરાં કરવા સાથે સંકળાયેલી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close