એમ્બ્યુલન્સ માટે 8 મહિનાની પ્રેગ્નેન્ટ પત્નીને લઈને 12 કિમી ચાલ્યો પતિ, રસ્તામાં ડિલીવરી થતાં બાળકનું મોત

Date:2018-07-31 15:09:29

Published By:Jayesh

હૈદરાબાદ: આંધ્ર પ્રદેશમાં લેબર પેઈન ઉપડતાં પત્નીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે પતિ તેને 12 કિમી સુધી લઈને ચાલ્યો હતો. રસ્તો જંગલોવાળો હોવાથી અહીં એમ્બ્યુલન્સ આવી શકે તેમ નહતી. પતિએ એક ડંડા પર પાલખી જેવું બનાવીને તેમાં પત્નીને બેસાડી અને અમુક લોકોની મદદ લઈને તે હોસ્પિટલ જવા નીકળી પડ્યો હતો. પરંતુ એમ્બ્યુલન્સ સુધી પહોંચે તે પહેલાં જ મહિલાએ બાળકને જન્મ આપી દીધો અને નવજાત બાળકનું મોત થઈ ગયું હતું.

આ ઉપરાંત ડિલીવરી દરમિયાન બ્લિડિંગ વધારે થઈ ગયું હોવાથી 22 વર્ષની જિંદામ્માની તબિયત પણ ગંભીર છે. હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. વિજયનગરમના આદિવાસી વિસ્તારમાં સ્વાસ્થય સુવિધાઓ માટે મહિલાઓએ ખૂબ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. છેલ્લા થોડા સમયમાં આવી ઘણી સમસ્યાઓ સામે આવી છે. જેમાં ગામના લોકો આ પ્રમાણે પાલખી બનાવીને કે ખભે ઉંચકીને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close