બેંગલુરૂ-પટના ફ્લાઇટમાં બાળકને શ્વાસ લેવામાં થઇ તકલીફ, ઇમરજન્સી લેન્ડિંગ છતાં ન બચ્યો જીવ

Date:2018-08-01 13:21:41

Published By:Jayesh

નવી દિલ્હીઃ બેંગલુરુથી પટના જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઇટમાં મંગળવારે શ્વાસ લેવાની તકલીફના કારણે ચાર મહિનાની બાળકીનું મોત થયું છે. એરલાઇન્સના જણાવ્યા મુજબ, બાળકને મુશ્કેલી થઈ રહી છે તેવી જાણ થતાં જ ફ્લાઇટ ક્રૂએ તાત્કાલિક પ્લેનમાં હાજર ડોક્ટરની મદદ લીધી. સાથોસાથ તેને બચાવવા માટે પ્લેનને હૈદરાબાદ ડાયવર્ટ કરવામાં આવી. 

એરપોર્ટ પર લેન્ડિંગ બાદ બાળકને સ્ટાફના એક સભ્યની સાથે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યું. પોલીસે જણાવ્યું કે બાળક ફ્લાઇટમાં પોતાના માતા-પિતાની સાથે હતું. ટેક ઓફ બાદ તેને શ્વાસ લેવાની મુશ્કેલી શરૂ થઈ હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close