જ્યાં ફાઈટર પ્લેન ઉતાર્યું હતું,ત્યાં 50 ફૂટ ઊંડા ખાડામાં પડી કાર

Date:2018-08-01 14:13:38

Published By:Jayesh

આગ્રા: ઉત્તરપ્રદેશમાં બુધવારે આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વેની સર્વિસ લેન 50 ફૂટ ઊંડે ધસી ગઇ. તેની ઝપટમાં એક કાર આવી ગઇ. કારમાં સવાર 4 લોકો માંડ-માંડ બચી ગયા. અકસ્માત આગ્રાના ડૌકી વિસ્તારમાં વાજિદપુર પુલ પર થયો. આ એક્સપ્રેસ-વે અખિલેશ યાદવ સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. તેને ઉદ્ઘાટન દરમિયાન અહીંયા ફાઇટર પ્લેનને ઉતારવામાં આવ્યું હતું.

કાર સહિત 50 ફૂટ નીચે પડ્યા તેમાં સવાર લોકો :
પોલીસે જણાવ્યું કે રચિત પોતાના સંબંધીઓ સાથે મુંબઈથી સેકન્ડ હેન્જ ઇંડીવર કાર ખરીદીને કન્નૌજ જઇ રહ્યો હતો. રચિતે જણાવ્યું, "હું ગૂગલ મેપની મદદથી ગાડી ડ્રાઇવ કરી રહ્યો હતો. વચ્ચે નેટવર્ક ફેઇલ થવાને કારણે સર્વિસ લેન પર આવી ગયો. સર્વિસ લેન પર ખાડો દેખાયો તો મેં બ્રેક મારી. સ્પીડ વધુ હોવાને કાણે કાર ખાડા સુધી આવી ગઇ અને ત્યારે જ કારની નીચેની જમીન ધસી પડી. અમે કાર સહિત 50 ફૂટ નીચે પડ્યા."

13,200 કરોડના ખર્ચે તૈયાર થયો હતો હાઈવે :
લખનઉ-આગ્રા હાઈવેને 22 મહિનાના રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવ્યો હતો. 13,200 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.જોકે ગત દિવસોમાં આ હાઇવે પર ઘણી જગ્યાએ તિરાડો પણ પડી ગઇ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે હાઈવે ઉતાવળમાં તૈયાર કરવામાં આવ્યો હતો. હવે ઘણી જગ્યાઓએ રસ્તા નીચેની માટી ધસી રહી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close