રૂદ્રપ્રયાગના ત્રિયુગી મંદિરમાં આકાશ-શ્લોકા ફરશે લગ્નના સાત ફેરા

Date:2018-08-01 16:32:18

Published By:Jay

ઉત્તરાખંડ-ભારતના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અને હીરાના વ્યવસાયી રશેલ મહેતાની નાની દીકરી શ્લોકાના લગ્ન દેવભૂમિ ઉત્તરાખંડના એક મંદિરમાં યોજાઈ શકે છે. રુદ્રપ્રિયાગ જિલ્લાના મશહૂર ત્રિયુગી નારાયણ મંદિરમાં આકાશ અને શ્લોકોના લગ્નની રસ્મો પૂર્ણ થઈ શકે છે. તે વિશે છેલ્લા કેટલાક દિવસોથી રિલાયન્સ કંપનીના અધિકારીઓની એક ટીમ દ્વારા મંદિર અને તૈયારીઓ અંગે વેડિંગ ડેસ્ટિનેશનની માહિતી એકત્ર કરવામાં આવી હતી. બીજી બાજુ, સરકારે પણ અવસરને ટુરિઝમ પ્રમોટ કરવાની તક સમજીને ઝડપી લીધી છે. કારણ કે અહીં લગ્નના આયોજનથી વેડિંગ ડેસ્ટિનેશનનું ભવ્ય બ્રાંડિંગ થાય તેમ છે.

ત્રિયુગી નારાયણ મંદિર વિશે માન્યતા છે કે અહીં લગ્ન કરવાથી  યુગલનું લગ્નજીવન સમૃદ્ધ અને સુખમય બની જાય છે. મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા અને આજે પણ તેમનાં લગ્નની નિશાની અહીં હાજર હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે મંદિરમાં એક જ્યોત છેલ્લા ત્રણ યુગથી પાણીમાં છે. જ્યોતને સાક્ષી માનીને ભગવાન શિવ અને પાર્વતીએ લગ્ન કર્યા હતા.

 

Cricket Score

WhatsApp Registraltion

Close