પૂરઝડપે આવી રહેલી ઓડી કારે સાતને કચડ્યા

Date:2018-08-02 09:32:55

Published By:Jay

કોયમ્બટુર-તમિલનાડુના કોયમ્બટુરમાં બુધવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક લગ્ઝરી કારના ડ્રાઇવરે પોતાનું નિયંત્રણ ગુમાવતા રસ્તા પર ઊભેલા સાત લોકોને કચડી નાંખ્યા હતા. ત્યારબાદ કાર રિક્ષા સાથે જઇને ટકરાઇ હતી. આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે. હાલ પોલીસે કેસની તપાસ શરૂ કરી છે અને આરોપી ડ્રાઇવરની પોલીસે ધરપકડ કરી લીધી છે. 

કોયમ્બટુરમાં આ દર્દનાક ઘટના બુધવારના રોજ લગભગ 9 વાગે 30 મિનિટ પર સુંદરપુરમમાં ઘટી હતી. એક સફેદ રંગની ઓડી કાર કોયમ્બટુરથી પોલાચીની તરફ જઈ રહી હતી. પેરિયાર બસ સ્ટોપ પાસે ગાડીના ડ્રાઈવરે પોતાનું નિયંત્રણ ગુમાવ્યું હતું જેથી આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બસ સ્ટોપ પાસે લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થઇ છે. 

પૂર ઝડપે આવી રહેલી ઓડી કારે રોડના કિનારે ઊભેલા સાત લોકોને કચડી નાખ્યા હતા. અને બાદમાં કાર એક રિક્ષા સાથે અથડાઇ હતી. ઘટનામાં કુલ 7 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં 2 લોકો રિક્ષાની અંદર બેઠા હતા, જ્યારે 5 લોકો રોડ પર ઊભેલા હતા. મૃતકોમાં એક સ્કૂલના વિદ્યાર્થીનો પણ સમાવેશ છે. 

 

ઘટના સામયે હાજર લોકોએ કારના ડ્રાઇવરને માર માર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કેસની તપાસ શરૂ કરી છે. જિલ્લા કલેક્ટર હરિહરને હોસ્પિટલની મુલાકાત બાદ જણાવ્યું કે ડ્રાઇવરના લોહીના નમૂના લેવામાં આવ્યા, જેથી તપાસ કરવામાં આવશે કે તે નશામાં હતો કે નહિં.

 

Cricket Score

WhatsApp Registraltion

Close