મિસ્ટર 56 ઇંચના દોસ્તને સરકારે આપી ક્લીનચીટ: ચોક્સીને એન્ટિગુઆનું નાગરિકત્વ મળવા પર રાહુલ

Date:2018-08-04 13:43:12

Published By:Jayesh

નવી દિલ્હી: મેહુલ ચોક્સીને નાગરિકતા આપવાના એન્ટિગુઆ સરકારના ખુલાસા પછી શુક્રવારે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. રાહુલ ટ્વિટ કર્યું- "મિસ્ટર 56 ઇંચના સૂટ-બૂટવાળા દોસ્ત (મેહુલ)ને ભારતે નવેમ્બર 2017માં જ ક્લીનચીટ આપી દીધી હતી, જેથી તે એન્ટિગુઆનું નાગરિકત્વ હાંસલ કરી શકે." મેહુલ ચોક્સી અને નીરવ મોદી પર પીએનબીમાં 13 હજાર કરોડનું સ્કેમ કરવાનો આરોપ છે.

રાહુલે એક વીડિયો પણ પોસ્ટ કર્યો. તેમાં પહેલા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ નીકવ મોદી અને મેહુલ ચોક્સીના મામલે સ્પષ્ટતા કરે છે. ત્યારબાદ મોદીની ક્લિપ છે, જેમાં એક કાર્યક્રમમાં તેઓ મેહુલ ચોક્સીને 'મેહુલભાઈ' કહે છે.

ભારતના ક્લિયરન્સ પછી મેહુલને આપવામાં આવ્યું નાગરિકત્વ : 
એક દિવસ પહેલા જ એન્ટિગુઆ સરકારે કહ્યું હતું કે હીરાના વેપારી મેહુલ ચોક્સીને નાગરિકત્વ આપવા માટે ભારતની પોલીસે ક્લિયરન્સ સર્ટિફિકેટ આપ્યું હતું. વિદેશ મંત્રાલયની મુંબઈમાં આવેલી ક્ષેત્રીય પાસપોર્ટની ઓફિરસે પણ મંજૂરી આપી દીધી હતી.અમને ચોક્સી વિરુદ્ધ એવી કોઇપણ જાણકારી આપવામાં આવી ન હતી જે તેને વીઝા કે નાગરિકત્વ આપવાની વિરુદ્ધ હોય. ભારતના કોઇપણ વ્યક્તિ કે સંસ્થાએ તેના વિરુદ્ધ કોઇ વાંધો ઉઠાવ્યો ન હતો. ચોક્સીએ મે 2017માં એન્ટિગુઆનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી હતી.

ચોક્સીએ નિવેદન જાહેર કરીને આપી હતી જાણકારી : 
ચોક્સીને ગયા વર્ષે નવેમ્બરમાં એન્ટિગુઆનું નાગરિકત્વ મળ્યું હતું. તે આ જ વર્ષે જાન્યુઆરીમાં ભારત છોડીને ચાલ્યો ગયો હતો. પોતાના વકીલ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં ચોક્સીએ કહ્યું હતું, "મેં કાયદાકીય રીતે એન્ટિગુઆ અને બરબૂડાના નાગરિકત્વ માટે અરજી કરી હતી."

Cricket Score

WhatsApp Registraltion

Close