ગડકરી પર રાહુલનો કટાક્ષ- 'તમે બરાબર સવાલ પૂછ્યો છે, આખરે નોકરીઓ છે જ ક્યાં?'

Date:2018-08-06 12:47:50

Published By:Jay

નવી દિલ્હી: SC/ST ઍક્ટ અને અનામત જેવા મુદ્દે બેકફૂટ પર ઊભેલી ભારતીય જનતા પાર્ટી માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવેદને મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. ગડકરીને પોતાના નિવેદન માટે સ્પષ્ટતાઓ કરવી પડી પરંતુ કદાચ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું. હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ મુદ્દાને લઇને કેન્દ્રીય મંત્રી પર વ્યંગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગડકરીએ કહ્યું હતું કે આખરે લોકોને અનામત કેમ જોઇએ છે જ્યારે દેશમાં નોકરી નથી? તેના પર રાહુલે કટાક્ષ કરતા કહ્યું કે ગડકરીજી, તમે એકદમ બરાબર સવાલ પૂછ્યો છે. દરેક ભારતીય સવાલ પૂછી રહ્યો છે, આખરે નોકરીઓ છે ક્યાં?

 

Cricket Score

WhatsApp Registraltion

Close