કપિલ દેવ સાથે હાર્દિક પંડ્યાની તુલના પર ભડક્યો ગાવસ્કર, કહ્યું- કપિલ તો 100 વર્ષમાં એક વખત જન્મે છે

Date:2018-08-07 13:17:39

Published By:Jayesh

નવી દિલ્હી : પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે કપિલ દેવ અને હાર્દિક પંડ્યા વચ્ચેની તુલનાને બકવાસ ગણાવતા કહ્યું કે કપિલ દેવ 100 વર્ષમાં એક વખત જન્મ લેનારો ક્રિકેટર છે, કોઇની સાથે તેની તુલના ના થઇ શકે. કપિલ દેવ સાથે હાર્દિક પંડ્યાની તુલના કરવા વિશે જ્યારે ગાવસ્કરને પૂછવામાં આવ્યુ તો નારાજ ગાવસ્કરે કહ્યું, 'કપિલ દેવ સાથે કોઇની તુલના ના કરવી જોઇએ, તે એક પેઢીમાં એક વખત જન્મ લેનાર ખેલાડી નથી, પરંતુ 100 વર્ષમાં એક વખત જન્મનારો ક્રિકેટર છે, જેવી રીતે સર ડોન બ્રેડમેન અને સચિન તેંડુલકર. આપણે કોઇની સાથે તેની તુલના ના કરવી જોઇએ.'

ધવનની રમતથી નારાજ થયા ગાવસ્કર :
ગાવસ્કર ટેસ્ટ ફોર્મેટમાં ઓપનર બેટ્સમેન શિખર ધવનના વલણથી પણ નારાજ જોવા મળ્યા હતા. ધવને બર્મિગહામમાં પ્રથમ ટેસ્ટમાં 26 અને 13 રનની ઇનિંગ રમી હતી. ગાવસ્કરે કહ્યું, 'શિખર ધવન પોતાની રમતમાં બદલાવ કરવા માંગતો નથી' તેમને કહ્યું, 'તેનો વિશ્વાસ તે રીતની રમત રમવામાં છે જેને અત્યાર સુધી સફળતા અપાવી છે, તમે વન ડે ક્રિકેટમાં આા શોટ રમવા છતા બચી શકો છો કારણ કે સ્લિપ વધુ નથી હોતી અને બેટને અડીને બોલ સ્લિપમાં થઇને બાઉન્ડ્રી પર જતી રહે છે.'ગાવસ્કરે કહ્યું, 'પરંતુ ટેસ્ટમાં આ રીતના શોટનો પરિણામ માત્ર વિકેટ ગુમાવવાનું હોય છે, ખેલાડી જ્યાર સુધી માનસીક રીતે બદલાવ નથી કરતો ત્યાર સુધી વિદેશોમાં લાલ બોલ વિરૂદ્ધ તેને ઝઝુમવુ પડશે'

ચેતેશ્વર પૂજારાને બીજી ટેસ્ટમાં રમાડવો જોઇએ : 
ગાવસ્કરે કહ્યું, 'હું ચેતેશ્વર પૂજારાના રૂપમાં લોર્ડ્સમાં વધુ એક બેટ્સમેનને રમાડીશ, તેની પાસે ટેસ્ટ મેચ માટે જરૂરી ટેકનિક છે. તે કોની જગ્યા લેશે તે પિચ પર નિર્ભર કરશે. જો વિકેટ પર આટલી ઘાસ ના હોય તો હું તેને ઉમેશ યાદવની જગ્યાએ પસંદ કરીશ અને હાર્દિક પંડ્યાને ટીમમાં રમાડીશ.'

Cricket Score

WhatsApp Registraltion

Close