સ્ટાલિનને અલાગિરીનો પડકાર,કહ્યું- DMKની આખી કેડર મારી પાસે

Date:2018-08-13 14:34:22

Published By:Jayesh

ચેન્નઈઃ દ્રમુક અધ્યક્ષ કરુણાનિધિના નિધનના 6 દિવસ બાદ તેમના ઉત્તરાધિકારી મનાતા એમ કે સ્ટાલિનને મોટા ભાઈ અલાગિરીથી પડકાર મળતો હોય તેવું લાગી રહ્યું છે. ચાર વર્ષ પહેલા પાર્ટીમાંથી બરખાસ્ત કરાયેલા અલાગિરીએ સોમવારે કહ્યું, "મારા પિતા પ્રતિ નિષ્ઠા રાખનારા પાર્ટીના તમામ લોકો મારી સાથે છે. તમિલનાડુની જનતા અને દ્રમુકનું સમગ્ર કેડર પણ મારી સાથે છે. એટલા માટે હવે આવનારો સમય જવાબ આપશે. જે કંઈ થઈ રહ્યું છે, મને તેનું દુઃખ છે, પરંતુ હું આટલું જ કહેવા માંગું છું."

સ્ટાલિન અને અલાગિરી, બંને કરુણાનિધિ અને તેમની પત્ની દયાલુના દીકરા છે. અલાગિરીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે મંગળવારે જ પાર્ટીના કાર્યકારી સમિતિની બેઠક યોજાવાની છે. બેઠક કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજીત કરવામાં આવી છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેમાં દ્રમુકના કાર્યકારી અધ્યક્ષ એમ કે સ્ટાલિનને સ્થાઈ અધ્યક્ષ બનાવવાની ચર્ચા થઈ શકે છે. તમામ પાર્ટી નેતાઓ માટે આ બેઠકમાં સામેલ થવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.

2014માં દ્રમુકમાંથી હાંકી કઢાયા હતા અલાગિરી :
67 વર્ષીય અલાગિરીને માર્ચ 2014માં કરુણાનિધિએ જ દ્રમુકમાંથી હાંકી કાઢ્યા હતા. તેમની પર પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ ચલાવવાની અને સિનિયર નેતાઓ વિરુદ્ધ નિવેદનો કરવાનો આરોપ હતો. પાર્ટીમાંથી હાંકી કઢાતા અલાગિરીએ કહ્યું હતું કે કરુણાનિધિ તેમના અને સ્ટાલિનની વચ્ચે ભેદભાવ કરે છે. કરુણાનિધિએ સ્ટાલિનને 2014માં જ પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા અને જાન્યુઆરી 2017માં કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા હતા. પાર્ટી પર દાવો કરવાના અલાગિરીના હાલના નિવેદન પર દ્રમુકના મહાસચિવ કે. અનબાલગને કહ્યું કે સ્ટાલિનની વિરુદ્ધ ટિપ્પણી કરવાનો અલાગિરીને કોઈ હક નથી, કારણ કે તેઓ દ્રમુકમાં છે જ નહીં.

Cricket Score

WhatsApp Registraltion

Close