પાક.નો દાવો- કાશ્મીર મુદ્દો ઉકેલવા માટે પ્રસ્તાવ તૈયાર, ઈમરાનની કેબિનેટમાં થશે રજૂ

Date:2018-08-29 11:58:25

Published By:Jay

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની માનવાધિકાર મંત્રી શીરીન મજારીએ કહ્યું કે કાશ્મીર મુદ્દે સમાધાન શોધવા માટે ઈમરાન સરકાર પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. તેઓએ નિવેદન એક ટોક શો દરમિયાન આપ્યું. સૂત્રોનું માનીએ તો મજારીની પ્રપોઝલમાં ચોક્કસપણે સેનાનું ઇનપુટ હશે. કાશ્મીરના વિવાદિત મુદ્દે પાકિસ્તાની આર્મીની દખલ કોઈનાથી છુપી નથી.

મજારી મુજબ, કાશ્મીર મુદ્દાથી સંબંધિત મોડલ ફોર કોન્ફ્લિક્ટ રેઝલૂશન નામથી પ્રસ્તાવ ઘણે અંશે તૈયાર થઈ ચૂક્યો છે. ટૂંક સમયમાં તેને કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. આશા છે કે ટૂંક સમયમાં તેની પર ચર્ચા થશે. મજારીએ ટોક શોમાં પ્રસ્તાવ વિશે જણાવ્યું પરંતુ તેની વિગતો જાહેર કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો.

માનવામાં આવે છે કે, મજારી સેનાની નિકટતમ છે. શપથ ગ્રહણ પહેલા મજારીને નવી કેબિનેટમાં પ્રભાવી પદ મળવાની આશા હતી. મીડિયામાં પણ તો એવા અહેવાલ આવ્યા હતા કે તેમને રક્ષા મંત્રાલયના પ્રભાર મળી શકે છે. માનવાધિકાર મંત્રીનું પદ સંભાળતા પહેલા મજારી ઇન્સ્ટિટયૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં ડાયરેક્ટર જનરલ હતી. તેમને રક્ષા મામલાઓના જાણકાર માનવામાં આવે છે. ઈસ્લામાબાદની કાયદે-આઝમ યુનિવર્સિટીના ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં તેઓ પ્રોફેસર રહી ચૂકી છે.

25 જુલાઈએ જનરલ ઇલેક્શનમાં જીત નોંધાવ્યા બાદ વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના પહેલા ભાષણમાં કહ્યું હતું કે ભારત સાથે સારા સંબંધ સાધવા માંગે છે. સાથોસાથ, વાતચીતના માધ્યમથી અનેક મુદ્દાઓને ઉકેલશે. કાશ્મીર મુદ્દાને લઈને તેઓએ કહ્યું હતું કે યોગ્ય સમય આવતાં બંને દોશ આ મુદ્દે પણ વાત કરશે. ઈમરાને કહ્યું હતું કે, બલૂચિસ્તાનમાં મુશ્કેલીઓ માટે ભારત અને કાશ્મીરમાં મુશ્કેલીઓ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવાને બદલે બંને દેશોને સાથે બેસી વાત કરવી પડશે. જો ભારત એક પગલું આગળ વધશે તો અમે બે પગલા આગળ વધીશું. અમે ભારત સાથે મિત્રતા કરવા માગીએ છીએ.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close