જેને બાબાનું આમંત્રણ આવે તે જ કૈલાશ માનસરોવર જઈ શકે છે: રાહુલ ગાંધી

Date:2018-09-05 13:27:42

Published By:Jay

નવી દિલ્હી-29 એપ્રિલે રાહુલ ગાંધીએ એક રેલી દરમિયાન જાહેરાત કરી કે તે માનસરોવર તીર્થયાત્રા કરવા ઈચ્છે છે. કૈલાશ પર્વતની દુર્ગમ તીર્થયાત્રા દર વર્ષે જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે આયોજીત કરી શકાય છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવર યાત્રા સતત ચર્ચાનો વિષય બની ગઈ છે. વિપક્ષી પાર્ટીઓ સિવાય સોશિયલ મીડિયા પર પણ તેમની યાત્રાને લઈને વિવાદ ચાલુ છે.

દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે બુધવારે જાતે વિશે ટ્વીટ કર્યું છે. રાહુલે લખ્યુ કે કોઈ વ્યક્તિ ત્યારે કૈલાશ જાય છે જ્યારે તેને ભગવાનનું આમંત્રણ આવે છે. હું ઘણો ખુશ છુ કે મને અવસર મળ્યો છે. જે પણ હું અહીં જોઈશ તે તમારી સાથે શેર કરવાનો પ્રયત્ન કરીશ.

રાહુલે સિવાય વધુ એક ટ્વીટ કરતા માનસરોવરની પાસે હાજર તળાવની તસવીર શેર કરી છે. તેમણે લખ્યુ કે માનસરોવર તળાવનું પાણી ઘણુ શાંત છે. તે માત્ર પ્રદાન કરે છે તો પણ કંઈ ખોતા નથી. કોઈ પણ અહીંથી પાણી પી શકે છે. અહીંયા કોઈ પ્રકારની નફરત નથી. કારણ છે કે અમે પાણીની પૂજા કરીએ છીએ.

રાહુલ ગાંધી, 31 ઓગસ્ટે કૈલાશ યાત્રા પર નીકળ્યા હતા. જે બાદ સૌથી પહેલા તે નેપાળ પહોંચ્યા હતા. જે બાદ ચીનના રસ્તા રાહુલ કૈલાશ પહોંચશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close