રાજકોટ INDv/sWI ટેસ્ટ: પૃથ્વી શોએ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટાકરી બનાવ્યો રેકોર્ડ

Date:2018-10-04 14:33:24

Published By:Jay

રાજકોટ:ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રાજકોટ ખંડેરી સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ સાથે ટેસ્ટ સીરિઝનો પ્રારંભ થયો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 18 વર્ષીય પૂથ્વી શો પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શોએ રાજકોટમાં રણજી કારકિર્દી આરંભી હતી. પોતાની પ્રથમ રણજી મેચમાં પૃથ્વી શોએ સદી ફટકારી હતી. મુંબઈમાં સ્કૂલ ક્રિકેટથી તે રનના ઢગલા કરતો આવ્યો છે. ઉપરાંત વર્ષે તેની આગેવાની હેઠળ ભારતીય અંડર-19 ટીમે જુનિયર વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ પણ જીત્યો હતો. શોએ ઓપનિંગમાં શાનદાર બેટિંગ કરીને ડેબ્યૂમાં સદી ફટકારી છે. સાથે ડેબ્યૂમાં સદી ફટકારનાર યુવા બેટ્સમેન બનવા ઉપરાંત પૃથ્વીએ કેટલાક રેકોર્ડ રચ્યા છે. પૃથ્વી શોની સદીથી રાજકોટવાસીઓ ગેલમાં આવી ગયા હતા અને ખંડેરી સ્ટેડિયમમાં વધુ લોકો યુવા બેટ્સમેનને જોવા ઉમટી પડ્યા હોવાનું જણાયું હતું. ટેસ્ટમાં ડેબ્યૂમાં સદી ફટકારનાર પૃથ્વી શો 15મો ભારતીય બેટ્સમેન બન્યો હતો. પૃથ્વીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં 99 બોલમાં સદી ફટકારી હતી. અગાઉ યુવા વયે સદીનો રેકોર્ડ સચીન તેંડુલકરના નામે રહ્યો હતો.

 

ભારતને શરૂઆતમાં ઝટકો લાગ્યો હતો અને પ્રથમ ઓવરમાં કે એલ રાહુલ એલબીડબલ્યુ આઉટ થયો હતો. ગેબરિયલની બોલિંગમાં કે એલના પેડ પર બોલ વાગ્યો હતો અને અપીલમાં તેને આઉટ અપાયો હતો. જો કે રાહુલે રીવ્યુ લીધો હતો તેમાં પણ તે આઉટ હોવાનું જણાવાયું હતું. સાથે પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝ બોલિંગ સામે ભારતની નબળી શરૂઆત રહી હતી. રાહુલ બાદ લોકલ બોય પૂજારા બેટિંગમાં આવ્યો છે. પૂજારાએ પણ શો સાથે મળીને મજબૂત પ્રદર્શન કરી ભાતીય ટીમનો સ્કોર બોર્ડ આગળ ધપાવી રહ્યા છે. પૂજારાએ 22મી ઓવરમાં બાઉન્ડ્રી ફટકારીને અડધી સદી પૂર્ણ કરી હતી

 

ઇંગ્લેન્ડમાં પ્રવાસ અને વિવિધ વિદેશ પ્રવાસની નિષ્ફળતા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઘરઆંગણે મજબૂત દેખાવ કરવા માટે પંકાયેલી છે અને તેમાં હરીફ ટીમ ખાસ મજબૂત નથી ત્યારે આજથી અહીંના ખંડેરી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ રહેલી પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ જીતવા માટે ભારતીય ટીમ ફેવરિટ બની ગઈ છે. રાજકોટનું એસસીએ સ્ટેડિયમ ધીમે ધીમે દેશના મહત્વના સ્ટેડિયમમાં સ્થાન હાંસલ કરી રહ્યું છે ત્યારે મેચ ભારતીય ધરતી પરની 2018-19ની ઇન્ટરનેશનલ સિઝનની પ્રથમ મેચ છે જેને કારણે રાજકોટવાસીઓમાં ઉત્સાહ પ્રસરી રહ્યો છે

 

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સિરીઝમાં બે ટેસ્ટ રમાનારી છે જેની પ્રથમ ટેસ્ટ અહીં રમાયા બાદ બંને ટીમ હૈદરાબાદ જશે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર દેખાવ કરી શકી નથી. તેના ખેલાડીઓ પણ મજબૂત ફોર્મ ધરાવતા નથી તો બીજી તરફ ભારતીય ખેલાડીઓ ઘરઆંગણે ભાગ્યે કોઈ ટેસ્ટ કે સિરીઝ હારતા જોવા મળે છે. સંજોગોમાં પણ ભારતની ટીમ ચડિયાતી પુરવાર થનારી છે. ઉપરાંત વિરાટ કોહલીની ટીમને સિરીઝ બાદ તરત ઓસ્ટ્રેલિયાનો મહત્વનો પ્રવાસ ખેડવાનો છે અને તેના થોડા સમય બાદ ઇંગ્લેન્ડમાં વન-ડે વર્લ્ડ કપ યોજાનારો છે. બાબતોને ધ્યાનમાં રાખીને પણ ભારત માટે સિરીઝનું મહત્વ વધી ગયું છે..

 

ભારતઃ વિરાટ કોહલી (સુકાની), લોકેશ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અજિંકય રહાણે, રિશભ પંત, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકુર..

 

વેસ્ટ ઇન્ડિઝઃ જેસન હોલ્ડર (સુકાની), સુનીલ એમ્બ્રિસ, દેવેન્દ્ર બિશુ, ક્રેગ બ્રાથવેટ, રોસ્ટન ચેઝ, શેન ડાઉરિચ, શેનોન ગેબ્રિયલ, જાહમેર હેમિલ્ટન, શિરમોન હેતમેયર, શાઈ હોપ, શેરમાન લેવિસ, કિમો પૌલ, કેઇરન પોવેલ, કિમર રોચ, જોમેલ વારિકન..Cricket Score

WhatsApp Registraltion

Close