Date:2018-10-05 16:26:04
Published By:Jay
સ્પોર્ટ્સ-ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પોતાની 24મી ટેસ્ટ સદી ફટકારી હતી. સૌથી ઓછી ટેસ્ટ અને ઇનિંગ રમીને 24 સદી ફટકારવા મામલે તે બીજા નંબર પર પહોચી ગયો છે, તેને 72મી ટેસ્ટની 123મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી સચિન તેંડુલકરને પાછળ છોડ્યો હતો. સચિને 80મી ટેસ્ટની 125મી ઇનિંગમાં પોતાની 24 સદી પૂર્ણ કરી હતી. આ મામલે ઓસ્ટ્રેલિયાના ડૅાન બ્રેડમેને 43 ટેસ્ટની 66 ઇનિંગમાં પોતાના સદીની સંખ્યા 24 કરી લીધી હતી. વિરાટ કોહલી 139 રન બનાવી આઉટ થયો હતો.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ કરિયરની 24મી સદી ફટકારી હતી. 24 સદી ફટકારવા મામલે કોહલીએ ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલ, પાકિસ્તાનના મોહમ્મદ યૂસુફ અને વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ સર વિવ રિચર્ડ્સને પણ પાછળ છોડી દીધા છે.
સૌથી ઓછી ઇનિંગમાં 24 ટેસ્ટ સદી
66- સર ડૅાન બ્રેડમેન
123- વિરાટ કોહલી
125- સચિન તેંડુલકર
128- સુનીલ ગાવસ્કર
વિરાટ કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવા મામલે ત્રીજા નંબર પર આવી ગયો છે. વર્લ્ડ ક્રિકેટમાં કેપ્ટન રહેતા સૌથી વધુ સદીનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથના નામે છે. બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો પૂર્વ દિગ્ગજ રિકી પોન્ટિંગનું નામ આવે છે.