IND vs. WI: 86 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં ભારતની સૌથી મોટી જીત, વિન્ડીઝને ઇનિંગ અને 272 રને હરાવ્યું

Date:2018-10-06 16:40:08

Published By:Jay

રાજકોટઃ ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની પહેલી ટેસ્ટનું પરિણામ ત્રીજો દિવસ પૂરો થાય તે પહેલાં આવી ગયું છે. ભારતે વિન્ડીઝને એક ઇનિંગ અને 272 રને પરાજય આપ્યો છે. ભારતની ટેસ્ટ ઈતિહાસમાં સૌથી મોટી જીત છે. અગાઉ ભારતે અફઘાનિસ્તાનને એક ઇનિંગ અને 262 રને હરાવ્યું હતું. ભારતે પહેલી ઇનિંગમાં 9 વિકેટ 649 રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. જેના જવાબમાં વિન્ડીઝની પહેલી ઇનિંગ 181 રન સમેટાઈ જતાં ફોલોઓન થઈ હતી. બીજી ઇનિંગમાં પણ પોવેલ સિવાય કોઈ બેટ્સમેન રમી નહોતો શક્યો અને વિન્ડીઝ 196 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી બીજી ઇનિંગમાં કુલદીપ યાદવ 5 વિકેટ ઝડપવાની સિદ્ધી હાંસલ કરી.

પહેલા વેસ્ટ ઇન્ડીઝ પહેલી ઇનિંગ 181 રન કરીને ઓલઆઉટ થઈ ગયું. તેને ફોલોઓન ટાળવા 450 રન કરવાના હતા, પરંતુ તે એવું કરી શકી. પહેલી ઇનિંગના આધારે ભારતને 468 રનની લીડ મળી હતી. શુક્રવારે ટેસ્ટના બીજા દિવસે ભારતે 9 વિકેટ પર 648 રન કરીને પહેલી ઇનિંગ ડિક્લેર કરી દીધી હતી. પૃથ્વી શો, કેપ્ટન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સેન્ચૂરી ફટકારી. વિરાટે પોતાની 24મી સેન્ચૂરી ફટકારી. બીજી તરફ, વિન્ડીઝે બીજા દિવસની રમત પૂરી થવાના સમયે પહેલી ઇનિંગમાં 6 વિકેટ પર 94 રન કર્યા હતા.

ભારતીય ટીમના ત્રણ બેટ્સમેન પૃથ્વી શો, કેપ્ટન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ સેન્ચૂરી ફટકારી. વિરાટે પોતાની 24મી સેન્ચૂરી કરી. જાડેજાએ બોલિંગમાં પણ સારું પ્રદર્શન કરીને કુલ 4 વિકેટ ઝડપીરવિચંદ્રન અશ્વિન 7 અને કુલદીપ યાદવે 6 વિકેટ લીધી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close