પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો, અમદાવાદમાં પેટ્રોલ 79ની નજીક

Date:2018-10-08 11:03:44

Published By:Jay

 નવી દિલ્હી-બે દિવસમાં બન્ને પેટ્રોપેદાશોમાં ૫૮ પૈસા સુધીનો વધારો: સરકારે રાહત આપ્યાના બીજા દિવસથી ભાવ વધારો શરૂ થઇ જતાં સ્થિતિ 'જૈસે-થે' જેવી થઇ જશે

કેન્દ્રસરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરે રૂ. .૫ના કપાત બાદ ફરી એકવાર વધારાનો દોર શરૂ થયો છે. બન્ને પેટ્રોપેદાશોના ભાવ ફરી એકવાર ત્રણ અઠવાડિયાની ટોચની સપાટીએ પહોંચી ગયા છે. એક્સાઇઝ ડ્યુટીમાં કપાત અને સરકારી તેલ કંપનીઓની રૂ. એકની સબસિડી આપ્યા બાદ બળતણના ભાવમાં વધારો હાંસલ કરાયો છે.

ભાવ ઘટાડા બાદ બે દિવસમાં પેટ્રોલમાં લિટરે ૩૨ પૈસા અને ડીઝલના ભાવમાં ૫૮ પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રવિવારે લિટરે રૂ. ૭૮.૮૫ અને ડીઝલનો ભાવ લિટરે ૭૬.૭૯ થયો છે.

પાંચમી ઓક્ટોબરે ભાવ ઘટાડાના બીજા દિવસે શનિવારે અને પછીના દિવસે રવિવારે બન્ને પેટ્રોપેદાશોના ભાવ વધી ગયા છે. ટૂંકમાં સરકારે આપેલી રાહત ઝડપથી સરભર થઇ જશે

તેલ કંપનીઓના જાહેરનામા મુજબ પેટ્રોલના ભાવમાં શનિવારે ૧૮ પૈસા અને રવિવારે ૧૪ પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ લિટરે રૂ. ૮૧.૮૨ના ભાવે પહોંચી ગયો છે. રીતે ડીઝલના ભાવમાં છટ્ઠી અને સાતમી ઓક્ટોબરે ૨૯-૨૯ પૈસાનો વધારો થયો છે. ભાવ વધારા બાદ ડીઝલના ભાવ વધીને રૂ. ૭૩.૫૩ થયો છે.દિલ્હીમાં પેટ્રો-પેદાશોના ભાવમાં ઘટાડો કરાયો નથી. પરંતુ તેમ છતાં તમામ મહાનગરોની સરખામણીએ રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તા છે

મુંબઇમાં પેટ્રોલ પર વેટ ઘટાડાયો હોવા છતાં ત્યાં બણતણના ભાવ સૌથી ઊંચા છે. મુંબઇમાં રવિવારે પેટ્રોલનો ભાવ લિટરે રૂ. ૮૭.૨૯ થયો હતો તો ડીઝલનો ભાવ રૂ. ૭૭.૦૬ થયો હતો

અગાઉ એસ્સાર ઓઇલના નામે ઓખળાતી નાયરા એનર્જી જેવી ખાનગી કંપનીઓ પણ તેમના બળતણના ભાવમાં લિટરે રૂ. એકનો ઘટાડો કરીને સરકારી તેલ કંપનીઓની સમકક્ષ ભાવો લાવી રહી છે

મુંબઇમાં વેટમાં ઘટાડા છતાં પેટ્રોલના ભાવ વધી ગયા છે. ઉલ્લેખનીય છે કે ચોથી ઓક્ટોબરે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરે રૂ. ૮૪ તેમજ મુંબઇમાં રૂ. ૯૧.૩૪ના વિક્રમી ઊંચાઇએ પહોંચી ગયો હતો. દિલ્હીમાં ડીઝલના ભાવ લિટરે રૂ. ૭૫.૪૫ તેમજ મુંબઇમાં લિટરે રૂ. ૮૦.૧૦ની વિક્રમી સપાટીએ પહોંચી ગયા છે

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close