રોજગારઃ 5 વર્ષમાં જીડીપી 6% વધ્યો, પરંતુ 70 લાખ નોકરીઓ ઘટી- રિપોર્ટ

Date:2018-10-08 13:30:14

Published By:Jay

નવી દિલ્હીદેશમાં રોજગારની અછતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સામે સતત સવાલો થઈ રહ્યા છે. દેશમાં નોકરીઓ વધી છે કે પહેલાં કરતાં ઘટી છે તે હજુ સ્પષ્ટ નથી થયું. વડાપ્રધાનની ઈકોનોમી એડ્વાઈઝરી કાઉન્સિંગના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકારે વર્ષ 2017માં માત્ર 1.28 રોજગારી આપી છેઅઝીમ પ્રેમજી યૂનિવર્સિટીના સેન્ટર ફોર સસ્ટેનેબલ એમ્પલોઈમેન્ટના તાજેતરના રિપોર્ટ પ્રમાણે 2015થી અત્યાર સુધીમાં અંદાજે 70 લાખ નોકરીઓ ખતમ થઈ ગઈ છે. વધતો જીડીપી પણ નવી રોજગારી ઉભી કરવામાં નિષ્ફળ રહી છે. શિક્ષિત યુવાનોની સામે સૌથી મોટી મુશ્કેલી રોજગારી છે. દેશની કુલ બેરોજગારીની સરખામણીએ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને તેના કરતાં વધુ શિક્ષિત લોકોની બેરોજગારીનો દર ગણો વધારે છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દેશના ઝડપી આર્થિક વિકાસ દર છતાં નોકરીઓનું પ્રમાણ નથી વધી રહ્યું. 2011થી લઈને 2015 સુધીમાં આર્થિક વિકાસ દર 6.8 ટકા રહ્યો હતો. પરંતુ રોજગારીમાં માત્ર 0.6 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેની 70 અને 80ના દાયકા સાથે સરખામણી કરવામાં આવે તો સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. તે દરમિયાન ડીજીપ દર 3થી 4 ટકા હતો અને રોજગારીમાં વાર્ષિક 2 ટકાનો વધારો થયો હતો. આજની સરખામણીએ તે 3 ગણી વધારે છે.

બેરોજગારીની શ્રેણીમાં સામેલ એક વર્ગ 15 વર્ષથી વધુ ઉંમરનો છે જે છેલ્લાં 6 મહિના કરતાં વધુ સમયથી બેકાર છે. વર્ગમાં 2015માં બેરોજગારીનો દર 5 ટકા હતો, જે છેલ્લા 20 વર્ષમાં સૌથી વધારે છે. 2011માં નેશનલ સેમ્પલ સર્વે પ્રમાણે દર 2.7ટકા અને લેબર બ્યૂરો પ્રમાણે 3.8 ટકા હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના માર્ચ-18ના રિપોર્ટ પ્રમાણે દેશમાં ત્રણ કરોડથી વધારે બેરોજગાર છે. સીએઓમઆઈઈના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 2016-2017 દરમિયાન રોજગાર ઘટવાનો આંકડો વધારે ઓછો થઈ શકે છે. માત્ર નોટબંધી દરમિયાન 35 લાખ નોકરીઓ ખતમ થી હતી. એસએમઈ સેક્ટરમાં 35 ટકાથી 50 ટકા નોકરીઓ ખતમ થઈ છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close