US: ફ્લોરિડામાં વધુ એક વાવાઝોડું ત્રાટક્યું, 6000 લોકો ફસાયા

Date:2018-10-08 15:42:01

Published By:Jay

અમેરિકા-અમેરિકાના ફ્લોરિડા સ્ટેટમાં ગત મહિને આવેલા ફ્લોરેન્સ વાવાઝોડાં બાદ રવિવારે વધુ એક ચક્રવાત માઇકલ સ્ટેટ તરફ આગળ વધી રહ્યું છે. . રવિવારે અહીં સ્ટેટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ફ્લોરિડાના ગવર્નર રિક સ્કોટના જણાવ્યા અનુસાર, યુએસ ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહેલું વાવાઝોડું માઇકલ મંગળવારે રાત્રે 160 કિમી/કલાકની ઝડપે ફ્લોરિડાના અલગ અલગ શહેરોમાં પહોંચશે. જેના કારણે અહીં ભારે વરસાદ તેમજ પૂરની આગાહી કરવામાં આવી છે. સ્કોટના જણાવ્યા અનુસાર, ફ્લોરિડાના પેનહેન્ડલ અને બિગ બેન્ડ એરિયા સહિત 26 કાઉન્ટી (વિસ્તારો)માં સ્ટેટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. રવિવારે વાવાઝોડું 80 કિમી/કલાકની ઝડપે ફ્લોરિડા તરફ આગળ વધી રહ્યું હતું. સ્થાનિક ગવર્મેન્ટના જણાવ્યા અનુસાર, વાવાઝોડું ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહ્યું છે, તેમ છતાં ફ્લોરિડાના મોટાંભાગના વિસ્તારોમાં પૂર અને ભારે વરસાદની સ્થિતિ સર્જાશે.

260 મકાનોને નુકસાન, 6000 લોકો વરસાદમાં ફસાયા


-
વાવાઝોડાંના કારણે અહીં 329 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણ ક્યૂબાન પ્રોવિયન્સ પિનાર ડેલ રિયો, એસ્લે ઓફ યૂથ ઉપરાંત મેક્સિકો કોસ્ટ, તુલુમથી લઇ કાબો કેટોચે સુધી ચેતવણી જાહેર કરવામાં આવી છે
-
પરમાનન્ટ કમિશનના જણાવ્યા અનુસાર, રવિવારે વાવાઝોડાંના કારણે અંદાજિત 260થી વધુ બિલ્ડિંગોને નુકસાન થયું છે. જેમાંથી મોટાંભાગની સાઉથ હોન્ડૂરાસમાં આવેલી છે. જ્યારે ભારે વરસાદના કારણે 6000થી વધુ લોકો ફસાઇ ગયા હતા.

 

Cricket Score

WhatsApp Registraltion

Close