યુક્રેનમાં હથિયારોના ગોડાઉનમાં શક્તિશાળી બ્લાસ્ટ, 10,000 લોકોનું સ્થળાંતર

Date:2018-10-09 12:34:17

Published By:Jay

યુક્રેન-યુક્રેનના શેરનિહિવ શહેરમાં મંગળવારે હથિયારોના ગોડાઉનમાં એક મોટો બ્લાસ્ટ થયો હતો. યુક્રેનની ડિફેન્સ ઓફિસ અનુસાર, શહેરને ખાલી કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી 10 હજાર લોકોનું આસપાસના વિસ્તારમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે સડકો અને મોટાંભાગના એરપોર્ટને પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે. શેરનિહિવ દેશની રાજધાની કીવથી માત્ર 176 કિલોમીટર દૂર છે, એવામાં મિલિટરીને ઝડપથી ઘટનાસ્થળે પહોંચાડી શકાય છે.

મૃતકોની સંખ્યાનો હાલ ખુલાસો નહીં


-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્લાસ્ટ મંગળવારે સવારે 3.30 વાગ્યાની આસપાસ થયો. યુક્રેન સ્ટેટ ઇમરજન્સી સર્વિસે થોડાં સમય બાદ બ્લાસ્ટની તીવ્રતાને ધ્યાનમાં રાખીને 20 કિમીના એરપોર્ટ ક્ષેત્રને બંધ કરી દીધા છે

- નેશનલ ગાર્ડ્સ પણ ઘટનાસ્થળે મોજૂદ છે. હાલ મૃતકોની સંખ્યાને લઇને કોઇ ખુલાસા કરવામાં આવ્યા નથી. 

Cricket Score

WhatsApp Registraltion

Close