સંસદ હુમલાના આરોપી આંતકી મસૂદ અઝહરને જીવલેણ બીમારી, દોઢ વર્ષથી પથારીવશ

Date:2018-10-09 12:37:48

Published By:Jay

પાકિસ્તાન -પાકિસ્તાન સ્થઇત આતંકવાદી સંગઠન જૈશ--મોહમ્મદના મસૂદ અઝહરને જીવલેણ બીમારી થઇ હોવાના સમાચાર છે. ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારીના જણાવ્યા અનુસાર, મૂસદની તબિયત અત્યંત ખરાબ છે. ખરાબ સ્વાસ્થ્યના કારણે તેનું પથારી પરથી ઉઠવું મુશ્કેલ થઇ ગયું છે. મસૂદના ભાઇ રૌઉફ અસગર અને અતહર ઇબ્રાહિમ હવે સંગઠનની જવાબદારી સંભાળી રહ્યા છે અને ભારત, અફઘાનિસ્તાનમાં આતંકી ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યો છે.

કરોડરજ્જુ અને કિડનીમાં તકલીફ


-
ઓળખ જાહેર નહીં કરવાની શરતે ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારીએ જણાવ્યું કે, 50 વર્ષના મસૂદને કરોડરજ્જુ અને કિડનીમાં તકલીફ છે
-
મસૂદ રાવલપિંડીની કમ્બાઇન્ડ મિલિટરી હોસ્પિટલમાં ઇલાજ કરાવી રહ્યો હતો, પરંતુ છેલ્લાં દોઢ વર્ષથી તે પથારીવશ છે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close