વિજય હજારે ટ્રોફીમાં વિવાદઃ ટીમના વિરોધ છતાં વડોદરાના કેપ્ટને લીધી બેટિંગ, થયો પરાજય

Date:2018-10-09 12:40:23

Published By:Jay

વડોદરાઃ વિજય હજારે ટ્રોફીની મહત્વની મેચમાં મહારાષ્ટ્ર સામે વડોદરાનો પરાજય થતાં વડોદરાની ટીમ નોકઆઉટ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ નીવડી હતી, બેંગ્લોરનાં સૂત્રોએ જણાવ્યું હતું કે,બરોડા અને મહારાષ્ટ્ર વચ્ચે જે મેદાન પર મેચ રમાઈ હતી તે મેદાનની વિકેટ ભીની હતી તેમ છતાં વડોદરા ટીમના કોચ અને કેપ્ટન દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરાયો હતો. કેપ્ટન અને કોચ સિવાય આખી ટીમનો મત એવો હતો કે ટોસ જીતીને ફિલ્ડિંગ લેવી જોઈએ પણ તેવું થયું હતું. જો ટોસ જીતીને પ્રથમ બેટિંગ મહારાષ્ટ્ર ટીમને આપવામાં આવી હોત તો મેચનું પરિણામ કદાચ અલગ હોત.

વડોદરાએ 208 રન બનાવ્યા હતા, જે લક્ષ્ય મહારાષ્ટ્રે 12 ઓવર બાકી હતું ત્યારે મેળવી લીધું હતું. બીસીએનાં સૂત્રોએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં ટીમની પસંદગી અંગે મળેલી બેઠકમાં યુવાન ઓલરાઉન્ડર નિનાદ રાઠવાને આખરી ઇલેવનમાં રમાડવાનો નિર્ણય કરાયો હતો પણ નિનાદ રાઠવાની જગ્યાએ સ્વપ્નીલ સિંગને રમાડાયો હતો. એક એવો પણ આરોપ થયો છે કે, લાંબી બાઉન્ડ્રી હોય તેવા એન્ડ પર સ્વપ્નીલ સિંગને બોલિંગ અપાય છે અને ટૂંકી બાઉન્ડ્રી હોય તેવા એન્ડ પર ભાર્ગવ ભટ્ટ અને નિનાદ રાઠવાને બોલિંગ અપાય છે.

આગામી 10મી ઓકટોબરથી રિલાયન્સ ક્રિકેટ મેદાન ખાતે રાજસ્થાન અને વડોદરાની અંડર-23ની ટીમો વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાવાની છે. જ્યાં વડોદરાની ટીમનું સિલેકશન આજે મંગળવારે થવાનું છે. જેમાં પસંદગી સમિતિના ચેરમેન લેઝલી ફર્નાન્ડીઝ પણ હાજર રહેવાના છે. લોઢા કમિટી મુજબ 70 વર્ષની ઉપરનાને કોઇપણ કમિટીમાં રાખી શકાય નહીં છતાં 70 વર્ષ પાર કરી ગયેલા લોકોને કમિટીમાં કેમ રખાયા છે તે પ્રશ્ન ચર્ચાસ્પદ બન્યો છે.

Cricket Score

WhatsApp Registraltion

Close