ગૂગલ પ્લસના પાંચ લાખ ગ્રાહકોના ડેટા લીક, સેવા બંધ કરાઈ

Date:2018-10-09 14:09:04

Published By:Jay

વોશિંગટન-ગૂગલે સોમવારે ગૂગલ પ્લસ બંધ કરવાની ઘોષણા કરી છે. ગૂગલે જણાવ્યું કે, સોશ્યિલ નેટવર્ક સાઇટ બંધ કરતા પહેલા તેમણે બગને દૂર કરી લીધા છે, બગ દ્વારા લગભગ 5 લાખ ગ્રાહકોના પ્રાઇવેટ ડેટા હેક કરી લીક કરાયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા મહિનાઓ પહેલા ફેસુબકના પાંચ કરોડ ગ્રાહકોના ડેટા લીક થઈ ગયા હોવાનું કંપનીના સ્થાપક માર્ક ઝુકરબર્ગે સ્વીકાર્યું હતું

અમેરિકાની દિગ્ગજ કંપની ગૂગલે જણાવ્યું હતું કે, તેઓ ગૂગલ પ્લસને બંધ કરી રહ્યા છે. ગૂગલ પ્લસને ફેસબુકને હરિફાઇ આપવા માટે બનાવવામાં આવ્યું હતું. ગૂગલના એક પ્રવક્તાએ જણાવ્યું કે, ગૂગલ પ્લસના વહીવટમાં પણ અનેક મુશ્કેલીઓ આવી રહી હતી અને તેનો ઉપયોગ પણ પ્રમાણમાં ઓછો થઇ રહ્યો હતો.

નોંધનીય છે કે એક સોફ્ટવેરમાં ખામીને કારણે 2015થી 2018ની વચ્ચે હેકર્સે ગૂગલ પ્લસનો ડેટા હેક કરવાના પ્રયાસ કર્યા હતા. ગૂગલના રિપોર્ટ્સ પ્રમાણે લગભગ 5 લાખ યુઝર્સના ડેટા હેક કરાયા હતા. જોકે તેમણે ખામી અથવા બગને દૂર કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, ફેસબુક ડેટા લીક મામલે અગાઉ માર્ચ 2017માં મીડિયાના રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે, ફેસબુકે રાજકીય કન્સલ્ટિંગ કંપની કેમ્બ્રિજ એનાલિટિકલના એક રિસર્ચરે 5 કરોડ ફેસબુક યુઝર્સના ડેટા હેક કર્યા હતા. તેમના પર આરોપ છે કે, ડેટા દ્વારા મતદારો સુધી પહોંચવા માટે તેમને સોશ્યિલ મીડિયા પર વ્યકિત ગત મેસેજ કરાયા હતા. ડેટાનો દુરઉપયોગ અમેરિકાના રાષ્ટ્રપતિના ચૂંટણી અને બ્રેક્ઝિટમાં કરાયો હતો. ફેસબુક ડેટા લીકનો ખુલાસો વિસલબ્લોઅર ક્રિસ્ટોફર વિલીએ કર્યો હતો.Cricket Score

WhatsApp Registraltion

Close