ટ્રમ્પને વધુ એક ઝટકો- UNમાંથી અમેરિકી એમ્બેસેડર નિક્કી હેલીનું રાજીનામું

Date:2018-10-10 10:37:14

Published By:Jay

અમેરિકાઃ યુએનમાં અમેરિકાના સ્થાયી પ્રતિનિધિ મૂળ નિકી હેલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અમેરિકામાં મહત્ત્વની એવી મધ્યસત્ર ચૂંટણી પહેલા રાજીનામું આપવાનું કારણ જણાવાયું નથી. ટ્રમ્પે મંગળવારે હેલી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ હેલીએ તેમને 6 મહિલા પહેલા રાજીનામું આપવા કહ્યું હતું. હેલી પોતાના માટે સમય ઇચ્છે છે. હેલીએ સ્પષ્ટ કર્યું કે તે ટ્રમ્પ સામે ચૂંટણી લડવા માગતી નથી. છેલ્લા કેટલાક સમયથી ટ્રમ્પના નજીકના લોકો રાજીનામું આપી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં ટ્રમ્પને દેશ માટે શરમજનક કહેનાર એડમીરલ વિલિયમ મેકરાવેને સંરક્ષણ મંત્રાલયના સલાહકાર પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે 2014માં પાકિસ્તાનમાં વિશેષ અભિયાન ચલાવી અલકાયદાના વડા ઓસામા-બિન-લાદેનને મારનારની સ્પેશિયલ ફોર્સનું સંચાલન કર્યું હતું. ઉપરાંત પણ અનેક અધિકારીઓ રાજીનામું આપી ચૂક્યા છે.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની કાયમી પ્રતિનિધિ બનતા પહેલા હેલી દક્ષિણ કારોલિનાની ગવર્નર હતી. તે પદ ઉપર પહોંચવાવાળી દેશની પહેલી મહિલા પણ હતી. તે 2014 માં બીજીવાર દક્ષિણ કારોલીનાની ગવર્નર બની હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપ માટે મોટો ઝટકો માનવામાં આવે છે. છેલ્લા થોડા સમયથી રાષ્ટ્રપતિ ટ્રંપની નજીકના લોકોના રાજીનામાં આપવાની ઘટના ચાલું છે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close