દિલ્હી: રોકટોકથી નારાજ 19 વર્ષના દીકરાએ માતા-પિતા અને બહેનની કરી હત્યા

Date:2018-10-11 11:34:17

Published By:Jay

નવી દિલ્હીઃ વસંતકુંજના કિશનગઢ વિસ્તારમાં 19 વર્ષના સૂરજે પોતાના મમ્મી-પપ્પા અને 16 વર્ષની બહેનની ચાકૂ અને કાતરથી હુમલો કરી હત્યા કરી દીધી. પોલીસના જણાવ્યા મુજબ, સૂરજ શાન બંધાણી છે, પરિવારની સતત રોકટોક અને બહેનની અન્ય યુવક સાથે દોસ્તીથી નારાજ થઈને તેણે પગલું ઉઠાવ્યું.

પોલીસને શરૂઆતથી દીકરા પર હતી આશંકા

- વસંતકુંજના કિશનગઢમાં કોન્ટ્રાક્ટર, તેની પત્ની અને દીકરીના શબ મળ્યા હતા. બીજી તરફ, તેમનો દીકરો ઘાયલ મળ્યો હતો. પોલીસે મામલની તપાસ માટે 8 ટીમ બનાવી હતી. પોલીસ મુજબ, શરૂઆતથી તેમની આશંકા દીકરા તરફ હતી
-
પોલીસે જણાવ્યું, કોન્ટ્રાક્ટરના દીકરાને માત્ર આંગળીઓમાં સામાન્ય ઈજા થઈ હતી. ઘરનો કોઈ સામાન પણ ગાયબ નહોતો થયો. તેનાથી સ્પષ્ટ હતું કે લૂંટના ઈરાદે ત્રણેયની હત્યા નથી કરવામાં આવી.

બહેનને બીજા સાથે વાત કરતાં જોઈ ઉગ્ર થઈ જતો હતો

- છેલ્લા ઘણા દિવસોથી સૂરજના મનમાં ઘટનાને પાર પારવા માટે પ્લાનિંગ ચાલી રહ્યું હતું. તે જ્યારે પણ પોતાની બહેનને કોઈ છોકરા સાથે વાત કરતાં જુએ તો તે ઉગ્ર થઈ જતો હતો. વાતને લઈને ઘરમાં ઝઘડા થતાં હતાં
-
ડીસીપી બેનિતા મેરી જેકરે જણાવ્યું કે મૃતક મિથલેશ કુમાર (40), પત્ની સિયા (42), દીકરી નેહા (16) અને 19 વર્ષના દીકરાની સાથે કિશનગઢ વિસ્તારમાં રહેતો હતો. સવારે 5 વાગ્યે નોકરાણીએ ચારેયને લોહીમાં લથપથ જોયા અને પડોશીઓને જાણકારી આપી
-
ત્યારબાદ પોલીસ તમામને હોસ્પિટલ લઈ ગઈ જ્યાં પતિ-પત્ની અને દીકરીને મૃત જાહેર કરાયા. દીકરાની સારવાર ચાલી રહી છે. હત્યારાને પકડવા માટે પોલીસની 8 ટીમ લગાડવામાં આવી. ફુટેજ જોયા બાદ દીકરા સાથે પૂછપરછ કરવામાં આવી હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close