100 વર્ષોમાં USનું સૌથી શક્તિશાળી ચક્રવાત માઇકલ ફ્લોરિડામાં ત્રાટક્યું, 2નાં મોત

Date:2018-10-11 12:37:31

Published By:Jay

યુએસ -યુએસ ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહેલું ચક્રવાત માઇકલ બુધવારે બપોરે ફ્લોરિડાના મેક્સિકો બીચ પર ત્રાટક્યું હતું. માઇકલ ફ્લોરિડાના રાજ્યોના તટ સુધી પહોંચી ગયું છે. બુધવારે રાત્રે કેટગરી-4માં ફેરવાયેલું ચક્રવાત માઇકલ વધુ શક્તિશાળી બની ગયું છે. ફ્લોરિડાના ગવર્નર રિક સ્કોટે કહ્યું કે, અકલ્પનીય વિનાશની ચેતવણી છે. તેઓએ તેને 100 વર્ષમાં સૌથી ખરાબ વાવાઝોડું ગણાવ્યું છે. મધ્ય અમેરિકામાં ગત સપ્તાહના અંતમાં વાવાઝોડાંમાં ભારે વરસાદ અને પૂરના કારણે 13 લોકોનાં મોત થયા હતા. વાવાઝોડું 250 કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

11 વર્ષના બાળક સહિત બેનાં મોત


-
ચક્રવાત માઇકલ બુધવારે કેટેગરી-4માં ફેરવાઇ ગયું હતું, જેના કારણે ફ્લોરિડા અને આસપાસના વિસ્તારોમાં 250 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે
-
જો કે, ફ્લોરિડા પહોંચતા સુધી માઇકલ કેટગરી-3માં હતું અને ફ્લોરિડામાં ત્રાટક્યાં બાદ તે ફરીથી કેટગરી-1માં ફેરવાઇ ગયું છે
-
મુખ્ય રસ્તાઓ પૂરના પાણીમાં ડૂબી ગયા છે, મોટાં મોટાં વૃક્ષો પણ ઉખડી ગયા છે. 'રાક્ષસી ચક્રવાત' માઇકલ અંદાજિત 2 વાગ્યે મેક્સિકો બીચ પહોંચ્યુ હતું
-
વાવાઝોડાંમાં જ્યોર્જિયાના એક 11 વર્ષના બાળક સહિત બે લોકોનાં મોત થયા છે. સિમોન કાઉન્ટીમાં બાળક પર વૃક્ષ પડતાં તેનું મોત થયું હતું. જ્યારે ગ્રીન્સબોરો, ફ્લોરિડામાં એક પુરૂષનું મોત થયું હતું
-
ફ્લોરિડા, જ્યોર્જિયા અલબામામાં અંદાજિત 5 લાખથી વધુ મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે
-
આજે ગુરૂવાર સવાર સુધી વાવાઝોડું ફ્લોરિડાના પેનહેન્ડલ, સાઉથઇસ્ટ જ્યોર્જિયા અને સાઉથ કેરોલિનામાં ત્રાટક્યા બાદ હવે ઇનલેન્ડ તરફ આગળ વધી રહ્યું છે
-
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આખા ફ્લોરિડા સ્ટેટમાં ઇમરજન્સી જાહેર કરી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close