સંત રામપાલ હત્યાના બન્ને કેસમાં દોષી જાહેર, હિસારમાં સુરક્ષા સઘન

Date:2018-10-11 13:53:57

Published By:Jay

હરિયાણા-સતલોક આશ્રમ કેસમાં વિવાદિત સંત રામપાલને હત્યાના બન્ને કેસમાં કોર્ટે દોષી જાહેર કર્યા છે.19 નવેમ્બર 2014ના રોજ હિસારના બરવાલા શહેરમાં આવેલા રામપાલના સતલોક આશ્રમમાં ચાર મહિલા તેમજ એક બાળકની લાશ મળી આવતા રામપાલ તેમજ તેના 27 અનુયાયીઓની ધરપકડ કરાઈ હતી.

ઉપરાંત અન્ય કેસમાં રામપાલ અને અનુયાયીઓ વિરુદ્ધ કેસ કરાયો હતો જેમાં 18 નવેમ્બરના એક મહિલાની લાશ તેના આશ્રમમાંથી મળી આવી હતી. બન્ને કેસમાં રામપાલને દોષી જાહેર કરવામાં આવ્યો હતો.

સંવેદનશીલ મુદ્દાને પગલે જેલને કોર્ટમાં તબદીલ કરી દેવામાં આવી હતી. કોર્ટના નિર્ણય પહેલાં હરિયાણાનું હિસાર શહેર કિલ્લામાં ફેરવાયું હતું. કોઈપણ સંભવિત હોબાળો, હિંસા અને તોડફોડ જેવી ઘટનાઓનો સામનો કરવા માટે પોલીસ દ્વારા સુરક્ષાની અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી હતી. હિસાર જિલ્લામાં કલમ-144 લાગુ કરવામાં આવી છે

 

કેસની સુનાવણીના 48 કલાક પહેલા જિલ્લાની બધી સરહદ સીલ કરાઈ હતી. જેથી રામપાલના સમર્થક શહેરમાં પ્રવેશ કરી શકે. પહેલા ગુરમીત રામ રહીમ કેસની સુનાવણી દરમિયાન તેના સમર્થકોએ પંચકુલામાં મોટા પાયે હિંસાને અંજામ આપ્યો હતો. તેથી એડમિનિસ્ટ્રેશન પહેલાથી સાવચેતી દર્શાવી રહી છે. એડમિનિસ્ટ્રેશન અંદાજો છે કે સુનાવણી દરમિયાન રામપાલના 10થી 20 હજાર શ્રદ્ધાળુઓ કોર્ટ પરિસર, સેન્ટ્રલ જેલ, નાના સચિવાલય, ટાઉન પાર્ક અને રેલ્વે જેવા સ્થળો પર ભેગા થઈ શકે છે.

 

સુરક્ષા વ્યવસ્થા માટે હિસારના 1300 પોલીસ કર્મચારીઓ, બાહરી જિલ્લાઓથી 700 જવાન, RAFની 5 કંપનીઓ અને 12 એસપીને તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય જીલ્લામાંથી ડીએસપીની ડ્યુટી હિસારમાં લગાવવામાં આવી હતી.

 

પોલીસ તંત્રએ શહેરના ચેક પોસ્ટ પર સોમવારથી પોલીસ કાર્યકર્તાઓ તૈનાત કર્યા છે. નાકાઓ પર પોલીસ કર્મીઓની સંખ્યા પરિસ્થિતિ મુજબ 12થી 24 સુધી રાખવામાં આવી છે. જવાનો 15 ઓક્ટોબર સુધી અહીં તૈનાત રહશે. પોલીસ મુજબ હિસારમાં 25, હિસાર બોર્ડર પર 12 નાકા બનાવવામાં આવ્યા છે. નાકાથી પસાર થતાં લોકો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close