બાલાસિનોર પંથકમાં ડમ્પિંગ સાઇટ મુદ્દે વિરોધ

Date:2018-10-11 15:18:12

Published By:Jay

બાલાસિનોર -બાલાસિનોર તાલુકામાં ડમ્પીંગ સાઇટના મુદ્દે વિરોધ વધતાં રાજપુર ગામની ગ્રામસભાનો પણ બહિષ્કાર કરાયો છે. રીતે પાંચમી ગ્રામસભા વિરોધનો ભોગ બની છે


રાજપુર ગ્રામ પંચાયતમાં બુધવારે ગ્રામસભા બોલાવવામાં આવી હતી. જેમાં તાલુકાના બોડોલી ગ્રામ પંચાયત તાબામાં જમીયતપુરા વિસ્તારમાં મેસર્સ મૌર્યા એન્વાયરો પ્રો.પ્રા.લિ.ના વેસ્ટ ઘન કચરાની કેમિકલ કંપનીને મંજૂરી નહીં આપવા તથા કંપનીને તાત્કાલિક બંધ કરવા માટે ગ્રામજનોએ રજૂઆતો કરી છે. સોલીડ વેસ્ટ કેમિકલ ઘન કચરાની કંપની બંધ થાય ત્યાં સુધી ગ્રામસભામાં કોઇપણ બાબતે ઠરાવ કરવા ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરી ગ્રામસભાઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો


Cricket Score

WhatsApp Registraltion

Close