તિતલી વાવાઝોડું- આંધ્ર પ્રદેશમાં 8 લોકોના મોત, ઓરિસ્સામાં 3 લાખ લોકોનું કરાયું સ્થળાંતર

Date:2018-10-11 15:55:04

Published By:Jay

વિશાખાપટ્ટનમબંગાળની ખાડીમાંથી આવેલું વાવાઝોડું તિતલી આજે સવારે પાંચ વાગ્યે ઓરિસ્સામાં ગંજામ જિલ્લાના ગોપાલપુરના દરિયાકાંઠાને અથડાઈને આગળ નીકળી ગયું છે. પૂર્વ કાંઠામાં રહેતાં અંદાજે 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે આંધ્રના શ્રીકાકુલમ અને વિજયનગરમાં વાવાઝોડાના કારણે 8 લોકોના મોત થયા છે.

ઓરિસ્સામાં વાવાઝોડાના કારણે ગંજમ, ગજપતિ અને પુરી જિલ્લામાં પવન સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. મકાનના થાપરા પણ ઉડી ગયા છે. જોકે કોઈ જાનહાનીની માહિતી મળી નથી. આગામી થોડા કલાકમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાકથી વધીને 165 કિમી પ્રતિ કલાક થઈ જવાનો અંદાજ છે.

વાવાઝોડાંને અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડાની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. ભારે વરસાદની ચેતવણી પછી ઓરિસ્સા સરકારે પાંચ તટીય વિસ્તાર ખાલી કરાવી દીધા છે. બંને રાજ્યોમાં થઈને અંદાજે 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

વાવાઝોડું 280 કિમી દૂર બંગાળની ખાડીમાંથી આવ્યું છે. તેની અસરથી 12 ઓક્ટોબર સુધીમાં સમગ્ર ઓરિસ્સામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દરિયામાં ઉંચી લહેરો પણ આવી શકે છે. ચક્રવાતની ભયાનકતાને ધ્યાનમાં રાખીને ઓરિસ્સા સરકારે 18 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સરકારે ચેતવણીના ભાગ રૂપે બુધવારે સાંજે લાખો લોકોનું સ્થળાંતર કરાવી દીધું છે.

 હવામાન વિભાગે બુધવારે ચેતવણી આપી હતી કે ગુરુવારે ઓરિસ્સાના ગોપાલપુર, આંધ્રના કલિંગાપટ્ટનમમાં આંધી-વાવાઝોડાની આશંકા છે. દરમિયાન 150 કિમી પ્રતિ કલાકથી પવન ફૂંકાય છે. તિતલીની અસર પશ્ચિમ બંગાળ અને બિહારના અમુક વિસ્તારોમાં પણ જોવા મળશે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close