ભારત 224 રનથી જીત્યું, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી જીત

Date:2018-10-30 10:38:58

Published By:Jay

નવી દિલ્હીભારતે ચોથી વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 224 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 2-1થી લીડ બનાવી લીધી છેરોહિત શર્મા (162) અને અંબાતી રાયડુ (100)ની સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ પાંચ વિકેટ પર 377 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. તે વર્ષ 2018માં ભારતીય ટીમનો સૌથી મોટો વન-ડે સ્કોર છે. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 36.2 ઓવરમાં 153 રનના સ્કોર પર સમેટાઈ ગઈજેસન હોલ્ડર સૌથી વધુ 54 રન બનાવીને અણનમ રહ્યો. ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પર અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે.

અગાઉનો વિક્રમ 160 રનથી વિજયનો હતો. ભારત તરફથી કુલદીપ યાદવ અને ખલીલ અહેમદ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી. કોહલી શ્રેણીમાં ચોથી વખત ટોસ જીત્યો. રોહિત અને ધવને પહેલી વિકેટની ભાગીદારીમાં 71 રન બનાવ્યા. ધવન 40 બોલમાં 38 રન બનાવી પોલના બોલ પર કાઈરન પોવેલને કેચ આપી બેઠો. શ્રેણીમાં સતત ત્રણ સદી ફટકારનાર વિરાટ વખતે 16 રન બનાવી શક્યો અને કેમાર રોચના બોલ પર શાઈ હોપ દ્વારા ઝડપી લેવાયો. ત્યાર બાદ રોહિત અને રાયડુએ ત્રીજી વેકટની ભાગીદારીમાં 211 રન બનાવ્યા.

રોહિતની 21મી સેન્ચુરી


-
રોહિત શર્માએ પોતાની વનડે કેરિયરની 21મી સેન્ચુરી ફટકારી છે. રોહિતે 99 બોલમાં સેન્ચુરી પૂરી કરી હતી. રોહિત હવે વનડેમાં સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનોમાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીથી માત્ર 1 સદી પાછળ છે. ગાંગુલીના નામે 22 વનડે સદી છે
-
રોહિતે પોતાની સદીને 150 પ્લસની ઈનિંગમાં પણ બદલી છે. રોહિતે 137 બોલમાં 162 રન બનાવીને આઉટ થયા છે. ઈનિંગમાં રોહિતે 20 ચોગ્ગા અે 4 છગ્ગા લગાવ્યાં હતા.

 

Cricket Score

WhatsApp Registraltion

Close