સાનિયા મિર્ઝા- શોએબને ત્યાં પારણું બંધાયું, પુત્રનો થયો જન્મ

Date:2018-10-30 11:15:58

Published By:Jay

હૈદરાબાદ-ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. સાનિયાએ મંગળવારે એક સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો છે. પતિ શોએબે ટ્વિટર પર ખુશખબરી પોતાના ફેન્સ સાથે શેર કરી છે. ખુશખબરી બાદ કપલને સતત શુભેચ્છાઓ મળી રહી છે. શોએબ મલિકે ફેન્સનો દુઆઓ અને શુભકામનાઓ માટે આભાર પણ માન્યો છે.

શોએબ મલિકે ટ્વીટ કર્યું કે હું વાત જણાવતા ખૂબ ઉત્સાહિત છું કે પુત્રનો જન્મ થયો છે અને બાળક તેમજ સાનિયા બન્નેનું સ્વાસ્થ્ય પણ સારૂં છે. #અલહમદુલ્લાહ. તમારી દુઆઓ અને શુભકામનાઓ માટે આભાર. અમે ખૂબ આભારી છીએ.' શોએબ મલિકે ટ્વીટ સાથે હેશટેગ #BabyMirzaMalikનો પણ ઉપયોગ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન સાનિયાએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે તેના બાળકના નામ સાથે મિર્ઝા અને મલિક સરનેમ જોડાશે. સાનિયા અને શોએબે 2010માં લગ્ન કર્યાં હતા અને તેમનું પ્રથમ બાળક છે. પાકિસ્તાની ક્રિકેટર જોડે લગ્ન કરવાના કારણે સાનિયા ઘણીવાર ટ્રોલિંગનો પણ શિકાર બની હતી, પરંતુ તે દરેક પરિસ્થિતિનો મજબૂતીથી સામને કરતી રહી

 

Cricket Score

WhatsApp Registraltion

Close