ટીમ ઈન્ડિયાની માંગઃ ઈંગ્લેન્ડ WC દરમિયાન પત્નીઓને સાથે રાખવા મંજૂરી આપો

Date:2018-10-30 14:12:41

Published By:Jay

નવી દિલ્હીઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવામાં હજી સાત મહિના બાકી છે. ટીમ ઈન્ડિયા પણ હવે વર્લ્ડ કપની તૈયારીમાં જોડાઈ ગઈ છે. મુદ્દે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની મેનેજમેન્ટ સમિતિ સામે અમુક માંગણીઓ રાખી છે. તાજેતરમાં હૈદરાબાદમાં થયેલી સમીક્ષા બેઠકમાં સીઓએને કહેવામાં આવ્યું છે કે, વિશ્વકપ દરમિયાન ખેલાડીઓને તેમની પત્નીને સાથે રાખવાની મંજૂરી આપવામાં આવે. તે ઉપરાંત રોડ મુસાફરીની જગ્યાએ ટ્રેન દ્વારા પણ મુસાફરીને મંજૂરી આપવામાં આવે. તે ઉપરાંત નાશ્તામાં અન્ય ફળની સાથે કેળાની પણ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે.

 

થોડાં મહિના પહેલાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં ટી-20 સીરીઝ જીતી ગઈ હતી. પરંતુ ત્યારપછી તેઓ વન-ડે અને ટેસ્ટ બંને સીરીઝ હારી ગયા હતા. મુલાકાત વિશે થોડા દિવસ પહેલાં હૈદરાબાદમાં સમીક્ષા બેઠક કરવામાં આવી હતી.

બેઠકમાં કેપ્ટન વિરાટ કોહલી, તે સિવાય વાઈસ કેપ્ટન અંજિક્ય રહાણેરોહિત શર્મા, કોચ રવિ શાસ્ત્રી અને સીઓએ એમએસકે પ્રસાદ પણ હાજર રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટીમ તરફથી જ્યારે ફ્રૂટ્સમાં કેળાની માંગણી કરવામાં આવી ત્યારે સીઓએ ચોંકી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ટૂર દરમિયાન ભારતીય ટીમને તેમની પસંદગીના ફ્રૂટ્સ મળી શક્યા નહતા. જોકે ખેલાડીઓની માંગ પર સીઓએએ કહ્યું કે, બીસીસીઆઈના ખર્ચે કેળા ખરીદવા ટીમ મેનેજરને વાત કરવાની જરૂર હતી.

ટીમ ઈન્ડિયાના સીઓએએ કહ્યું કે, ખેલાડીઓને રહેવા માટે તેવી હોટલની વ્યવસ્થા કરવામાં આવે જ્યાં યોગ્ય જીમ પણ હોય. ઉપરાંત ઈંગ્લેન્ડ ટૂર દરમિયાન પત્નીઓને સાથે રાખવાના પ્રોટોકોલ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

  માંગણી વિશે સીઓએએ ટીમ ઈન્ડિયાને કહ્યું કે, વિશે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ટીમના દરેક સભ્યો સાથે લેખિતમાં સહમતી માંગવામાં આવશે. સીઓએની સભ્ય ડાયના ઈડુલ્ઝીએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે, વિશે ઉતાવળે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે.

ટીમ ઈન્ડિયાની વધુ એક માંગ એવી હતી જે સાંભળીને સીઓએ આશ્ચર્યચકિત થઈ ગયા. તે હતી વર્લ્ડકપ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરવાની માંગ. કોહલી એન્ડ કંપનીનું તર્ક હતું કે સુરક્ષા અને સમયની બચતની દ્રષ્ટીએ ખેલાડીઓને ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવી જોઈએ.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીઓએ પહેલાં તો વાતથી સહમત નહતા થયા કારણકે તેઓ ખેલાડીઓની સુરક્ષાને લઈને ખૂબ ચિંતિત હતા. પરંતુ કોહલીએ જણાવ્યું કે, ઈંગ્લેન્ડની ટીમ ટ્રેનમાં મુસાફરી કરે છે. આપણે પણ ટ્રેનનો કોચ બુક કરાવી શકીએ.

Cricket Score

WhatsApp Registraltion

Close