અમેરિકામાં જન્મ લેવા માત્રથી મળતું નાગરિકત્વ અટકી જશે, ભારતીયોને પણ અસર થશે

Date:2018-10-31 10:20:42

Published By:Jay

વોશિંગ્ટનઅમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ઈમિગ્રન્ટ્સનાં સંતાનોના જન્મના અધિકાર નાગરિકતાનો વિરોધ કર્યો છે. ટ્રમ્પે એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે તે અમેરિકામાં બિનઅમેરિકન નાગરિકો અને ગેરકાયદે ઈમિગ્રન્ટ્સનાં બાળકોની બર્થરાઈટ સિટિઝનશિપ ખતમ કરવાનો આદેશ આપવા માગે છે. ટ્રમ્પના પગલાંથી સૌથી વધુ અસર ભારતીયોને થઈ શકે છે. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા દુનિયાનો એકમાત્ર દેશ છે જ્યાં જન્મેલાં બાળકોને અધિકાર મળે છે. જોકે, ટ્રમ્પે બર્થરાઈટ સિટિઝનશિપ ખતમ કરવાના આદેશની કાયદેસરતાના સવાલ પર કહ્યું કે વ્હાઈટ હાઉસના વકીલ કેસની સમીક્ષા કરી રહ્યા છે.

અમેરિકન બંધારણનો 14મો સુધારો અમેરિકામાં જન્મેલાં બાળકોને અમેરિકન નાગરિકતાના અધિકારની ખાતરી આપે છે. સુધારાની પહેલી લાઈનમાં લખ્યું છે કે અમેરિકામાં પેદા થયેલા લોકો અમેરિકાના નાગરિક છે. ગૃહયુદ્ધ બાદ 1866માં સુધારો કોંગ્રેસ પાસ કર્યો હતો. એવામાં અહીં બર્થરાઈટ સિટિઝનશિપ ખતમ કરવાના આદેશને અદાલતમાં પડકારવામાં આવી શકે છે. જોકે, ટ્રમ્પે 6 નવેમ્બરે યોજાનારી મધ્યવર્તી ચૂંટણી પહેલાં નિવેદન કર્યું છે. આથી મનાય છે કે ટ્રમ્પ ફરી અમેરિકામાં ઈમિગ્રન્ટ્સ નીતિનો મુદ્દો ઉઠાવવા માગે છે.

ભારતીયો પર અસર થશે


ટ્રમ્પ નિર્ણય લેશે તો તેનાથી ભારતીયોને સૌથી વધુ અસર થશે. હકીકતમાં ભારતીય માતા-પિતાના અમેરિકામાં જન્મેલાં હજારો બાળકો (તેમાં ગેસ્ટવર્કર વિઝા અને વિઝિટર વિઝા હોલ્ડર્સનાં બાળકોનો પણ સમાવેશ થાય છે.) આપમેળે દર વર્ષે અમેરિકન નાગરિક બની જાય છે. વર્તમાન કાયદા હેઠળ નવજાતનાં માતા-પિતાની ઈમિગ્રન્ટ્સ સ્થિતિ જાણ્યા વિના અમેરિકામાં જન્મેલું કોઈ પણ બાળક જન્મથી યુએસ નાગરિક માની લેવાય છે. બાળક કોઈ પણ અન્ય અમેરિકન નાગરિકોને મળતા અધિકારો અને સુવિધાઓ મેળવવાનો હકદાર બની જાય છે. બાળકના જન્મ બાદ અમેરિકન બર્થ સર્ટિફિકેટ પણ આપી દેવાય છે. આમ બાળકની નાગરિકતાના આધારે માતા-પિતા પણ યુએસ સિટિઝનશિપનો દાવો કરી શકે છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close