FBની વોચ-ઈંસ્ટાગ્રામ ટીવી લાવવાની યોજના, રેવન્યુ 33 ટકા વધીને 13.73 અબજ ડોલર થઈ

Date:2018-10-31 15:18:42

Published By:Jay

સૈનફ્રાન્સિસકોફેસબુકની જુલાઈ- સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં આવક 33 ટકા વધીને 13.73 અબજ ડોલર થઈ ગઈ છે. નિષ્ણાતોને 13.78 અબડ ડોલક થવાની આશા હતી. મંથલી એક્ટિવ યુઝર્સની સંખ્યામાં 10 ટકાનો વધારો થઈને 2.27 અબજ થઈ ગયા છે. જોકે નિષ્ણાતોને 2.29 અબજ થવાનો અંદાજ હતો. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું કે, આગામી વર્ષે મોટા પાયે રોકાણ કરવામાં આવશે. ફેસબુક વોચ, ઈંસ્ટાગ્રામ ટીવી અને ફેસબુક માર્કેટપ્લસ જેવા નવા પ્રોજેક્ટ બનાવવા અને સાઈબર સિક્યોરિટી વધારવા વિશે ફોકસ કરવામાં આવશે.

રોજિંદા એક્ટિવ યુઝર્સ 9 ટકા વધ્યા

- જુલાઈ-સપ્ટેમ્બરમાં રોજિંદા એક્ટિવ યુઝર્સની સંખ્યામાં 9 ટકાનો વધારો થયો છે. તે 1.49 અબજ થઈ છે. નિષ્ણાતોને 1.51 અબજ થવાનો અંદાજ હતો.
-
ફેસબુકની પ્રતિ શેર આવક (ઈપીએસ) અપેક્ષા કરતા સારી છે. જુલાઈ-સપ્ટે્મ્બરમાં ઈપીએસ વાર્ષિક આધાર પર 9 ટકા વધીને 1.76 ડોલર થઈ છે. નિષ્ણાતોને 1.47 અબજ ડોલરની અપેક્ષા હતી.
-
ફેસબુકના જણાવ્યા પ્રમાણે 2.6 અબજ લોકો દર મહિને ફેસબુક અને તેની સાથે જોડાયેલી એપ (ઈંસ્ટાગ્રામ, વોટ્સએપ, મેસેન્જર)નો ઉપયોગ કરી રહ્યા છે. અંદાજે 2 અબજ લોકો રોજ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે.

સાઈબર સિક્યુરિટી પર ફોકસ

- ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે યુઝર સેફ્ટી અને હાર્મફૂલ કન્ટેન્ટેને પડકાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, કેસમાં સ્થિતિ પહેલાં કરતા સારી છે. પરંતુ આવતા વર્ષના અંત સુધીમાં તેઓ આના પર મજબૂત પકડ બનાવી શકશે.
-
ફેસબુકના સીએફઓ ડેવિડ વેહનરે જણાવ્યું કે, વર્ષ 2018ની સરખામણીએ 2019માં ખર્ચ 40થી 50 ટકા વધ્યો છે. કંપનીએ આવતા વર્ષે 18થી 20 ડોલરના ખર્ચનો અંદાજ ગણાવ્યો છે.
-
ફેસબુકના કર્મચારીઓની સંખ્યામાં 45 ટકાનો વધારો થયો છે. કંપનીનો ખર્ચ 53 ટકા વધ્યો છે. એડ્વરટાઈઝિંગ રેવન્યૂની 92 ટકા આવક મોબાઈલ એડથી આવી છે. ગયા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરમાં આંકડો 88 ટકા થયો હતો.
-
પરિણામો પછી ફેસબુકનો શેર 3 ટકા વધીને બંધ થયો હતો. આફ્ટર ઓવર ટ્રેડિંગમાં 5 ટકા તેજી નોંધાઈ છે. શુક્રવારે અને સોમવારે શેરમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે.

Cricket Score

WhatsApp Registraltion

Close