ધોની ભારત માટે ODIમાં પૂરા કરી શકે છે 10 હજાર રન, રોહિત પણ બનાવી શકે છે રેકોર્ડ

Date:2018-11-01 10:18:41

Published By:Jay

નવી દિલ્હીભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ મેચની સિરીઝની પાંચમી અને અંતિમ વન ડે ગુરૂવારે તિરૂવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 1:30 કલાકથી રમાશે. વન ડે સિરીઝમાં ભારત 2-1થી આગળ છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વન ડે ટાઇ થઇ હતી. જો ભારત આજની મેચ જીતી લે છે તો તે વર્ષે ઘરમાં પ્રથમ વન ડે સિરીઝ જીતશે. વર્ષે ભારતની ઘરેલુ મેદાન પર પ્રથમ વન ડે સિરીઝ પણ છે.

ગત ત્રણ વર્ષથી ભારતીય ટીમ ઘરમાં કોઇ વન ડે સિરીઝ હાર્યુ નથી. અંતિમ વખત તેને 2015માં દક્ષિણ આફ્રિકાએ 3-2થી હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ ગત સાત વર્ષથી ભારતમાં વન ડે સિરીઝ જીતી શક્યુ નથી, તેને અંતિમ વખત 2011માં ભારતને તેની ધરતી પર 4-1થી હરાવ્યું હતું. ત્યારથી વેસ્ટ ઇન્ડીઝની ભારતમાં ત્રીજી વન ડે સિરીઝ છે. 2011 બાદ બન્ને સિરીઝમાં ટીમ ઇન્ડિયા 2-1થી વિજયી રહ્યું હતું.

મહેન્દ્રસિંહ ધોની એમ તો વન ડે ક્રિકેટમાં 10 હજારથી વધુ રન બનાવી ચુક્યો છે પરંતુ ભારત તરફથી રમતા તેને 328 વન ડેમાં 49.74ની એવરેજથી 9999 રન બનાવ્યા છે. તે વર્લ્ડ ઇલેવન તરફથી પણ રમ્યો છે. પાંચમી વન ડેમાં જો તેને એક રન પણ બનાવી લીધો તો તે પોતાના દેશ તરફથી રમતા 10 હજાર કે તેથી વધુ રન બનાવનાર પાંચમો ભારતીય બની જશે. ટીમ ઇન્ડિયા તરફથી રમતા અત્યાર સુધી માત્ર સચિન તેંડુલકર (18426 રન), રાહુલ દ્રવિડ (10768 રન), સૌરવ ગાંગુલી (11221 રન) અને વિરાટ કોહલી (10199 રન) સિદ્ધિ મેળવી ચુક્યા છે.

ભારતીય ઓપનર શિખર ધવને મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી ચોથી વન ડેમાં 38 રનની ઇનિંગ રમી હતી, તેના 114 વન ડેમાં 4929 રન થઇ ગયા છે. તિરૂવનંતપુરમમાં જો તે 71 રન બનાવે છે તો તે ટીમ માટે 5 હજાર કે તેથી વધુ રન બનાવનારો 13મો ભારતીય બની જશે. ભારત તરફથી સચિન,દ્રવિડ,ગાંગુલી,કોહલી, ધોની સિવાયમોહમ્મદ અઝહરૂદ્દીન(9378), યુવરાજ સિંહ (8609), વિરેન્દ્ર સેહવાગ (7995), રોહિત શર્મા (7391), સુરેશ રૈના (5615), અજય જાડેજા (5359), ગૌતમ ગંભીર (5238) આંકડો પાર કરી ચુક્યા છે.

રોહિત શર્મા સિરીઝમાં 2 સદી ફટકારી ચુક્યો છે. જો તે અંતિમ વન ડેમાં પણ સદી ફટકારવામાં સફળ થાય છે તો સૌરવ ગાંગુલીના 22 વન ડે સદીની બરાબરી કરી લેશે અને સૌથી વધુ સદી ફટકારવા મામલે ભારતીયોમાં તે સંયુક્ત રીતે ત્રીજા નંબરે આવી જશે. જોકે, ગાંગુલીએ 22 સદી ફટકારવા માટે 300 ઇનિંગ રમી હતી. જો રોહિતે આજની મેચમાં સદી ફટકારી તો તે 187મી ઇનિંગમાં સિદ્ધિ મેળવી લેશે.

ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય વન ડે હશે. અહીં અત્યાર સુધી માત્ર એક ટી-20 આંતરરાષ્ટ્રીય મુકાબલો રમાયો છે. ગત વર્ષે 7 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાયેલી મેચમાં ભારતે રને જીત મેળવી હતી. જોકે, વરસાદને કારણે મુકાબલો 8-8 ઓવરનો કરવામાં આવ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 67 રન બનાવ્યા હતા.ન્યૂઝીલેન્ડની ટીમ વિકેટે 61 રન બનાવી શક્યુ હતું.

 

Cricket Score

WhatsApp Registraltion

Close