ઈકોનોમિક કોરિડોરથી ચીન-પાક બસ સેવા શરૂ કરે તેવી શક્યતા, ભારતે કર્યો વિરોધ

Date:2018-11-01 10:27:12

Published By:Jay

નવી દિલ્હીપાકિસ્તાન અને ચીન બસ સેવા શરૂ કરવાનું વિચારી રહી છે. બસ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાંથી પસાર થશે. સીપીઈસી, પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)માંથી પસાર થશે. તેથી ભારતે ચીન-પાકિસ્તાનના પ્રસ્તાવ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. સીપીઈસીનું પીઓકેમાંથી પસાર થવાના કારણે ભારતે પહેલેથી તેનો વિરોધ વ્યક્ત કર્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે બુધવારે કહ્યું કે, ચીન અને પાકિસ્તાન વચ્ચે શરૂ થનારી બસ સેવા ભારતની સંપ્રભુતા (ઓથોરિટી) અને ક્ષેત્રીય અખંડતાનું ઉલ્લંઘન કરે છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના લાહોરથી ચીનના કાશગર સુધી 13 નવેમ્બરથી બસ સેવા શરૂ થશે.

રવીશ કુમારે જણાવ્યું કે, 1963માં ચીન-પાકિસ્તાન વચ્ચે થયેલી સમજૂતી ગેરકાયેદસર અને અસામાન્ય છે. ભારત સરકાર દ્વારા તેને કદી માન્યતા આપવામાં આવી નથી. જો પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ-કાશ્મીરમાંથી કોઈ બસ સેવા શરૂ થશે તો તે ભારતની સંપ્રભુતાનું ઉલ્લંઘન માનવામાં આવશે.

પાકિસ્તાનના ગ્વાદરથી ચીનના કાશગર સુધી 50 બિલિયન ડોલર (અંદાજે 3 લાખ કરોડ)ના ખર્ચે ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. તેના દ્વારા ચીનની અરબ સાગર સુધી પહોંચ થઈ જશે. સીપીઈસી અંતર્ગત ચીન રોડ, રેલવે અને ઉર્જા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close